મનોરંજન

Esha Deol Divorce: ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીના તૂટ્યા લગ્ન

Esha Deol Separated: ધર્મેન્દ્રની લાડલી પોતાના 12 વર્ષના લગ્નજીવનનો અંત આણવા જઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી ઇશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની વચ્ચે ખટરાગ હોય તેવા સમાચારો વહેતા થયા હતા, એવામાં ઇશા અને ભરત બંનેએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તેમના છૂટાછેડાના સમાચારોની પુષ્ટિ કરી છે.

અમુક મીડિયા અહેવાલો મુજબ ભરત-ઇશાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે “અમે બંનેએ પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. અમારી જીંદગીમાં આવેલા આ પરિવર્તનમાં અમારા બાળકો માટે શું યોગ્ય છે તે અમારા માટે વધારે મહત્વનું છે. અમારી પ્રાઇવસીનું સન્માન જળવાય તે અપેક્ષિત છે.”

ઘણા સમયથી જાહેરમાં એકસાથે ન દેખાવાને કારણે બંનેના ડિવોર્સની અફવાઓ ઉડી રહી હતી. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ ભરતનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બેંગલોરમાં યોજાયેલી એક પાર્ટીમાં એક યુવતી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જો કે હજુસુધી બંનેના છૂટાછેડા વિશે દેઓલ પરિવાર તરફથી કોઇ સત્તાવાર ટિપ્પણી બહાર આવી નથી.

એશા દેઓલ (Isha Deol) અને ભરત તખ્તાની (Bharat Takhtani)એ 29 જૂન 2012ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઈસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીથી યોજાયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી આ દંપતી પુત્રી રાધ્યાના માતાપિતા બન્યા અને 2019 માં ઈશાએ તેમની બીજી પુત્રી મીરાયાને જન્મ આપ્યો હતો. લગભગ મિરાયાના જન્મ બાદ જ બંને વચ્ચે સંબંધો વણસ્યા હતા. ઇશા દેઓલે એક પુસ્તક લખ્યું છે જેમાં તેણે બંને પુત્રીઓના ઉછેર, પોતાના પુસ્તકનું પ્રકાશન, અન્ય પ્રોફેશનલ કમિટમેન્ટ્સ વચ્ચે ભરતને પૂરતો સમય ન આપી શકતી હોવાનું કબૂલ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button