મનોરંજન

જબરી નસીબદાર! સલમાનની ફેને ગેલેક્સી એપાર્ટમેન્ટની કરી સફર, સલીમ ખાન સાથે પણ પડાવ્યો ફોટો

બોલીવુડના ભાઇજાન સલમાન ખાન તેમના ચાહકોનું ઘણું ધ્યાન રાખે છે. સલ્લુ ભાઇજાનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે જેમાં પોતાની એક મહિલા પ્રશંસકને તેણે તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની સફર કરાવી હતી, તેમજ પિતા સલીમ ખાન સાથે પણ તેણે મુલાકાત કરાવી હતી.

આ વાયરલ તસવીરોમાં ભાઈજાન એકદમ ફિટ એન્ડ ફાઇન દેખાઇ રહ્યા છે, સોશિયલ મીડિયા પરના દરેક લોકો સલમાન ખાનનું ટ્રાન્સફોર્મેશન જોઇને ભરપૂર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ X પર જે તસવીરો શેર થઇ છે તેને જોઇને યુઝર્સ પણ અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે, અમુક યુઝર્સ કહી રહ્યા છે કે સલમાન ઘણા ફીટ દેખાઇ રહ્યા છે. તેમણે માથા પર ગ્રે રંગની કેપ પણ લગાવેલી છે જેમાં ઘણા કૂલ લાગી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઇ હંમેશા ફિટ એન્ડ ફાઇન રહે છે.’ ‘ભાઇજાનની ફિટનેસ પાછળ તો લોકો ગાંડા છે’ આવું પણ રિએક્શન એક યુઝરે આપ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે કેટરીના કૈફ સાથે ‘ટાઇગર-3’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી હતી અને બોક્સઓફિસ પર સફળ રહી હતી. હવે સલમાન વિષ્ણુવર્ધનની આગામી ફિલ્મ ધ બુલમાં દેખાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button