આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણે-બોરીવલી ટવિન ટનલ પ્રોજેક્ટ માટે આટલા વૃક્ષોનો લેવામાં આવશે ભોગ

મુંબઈ: થાણે-બોરીવલી ટ્વિન ટનલના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પના બાંધકામ માર્ગમાં આવતા વૃક્ષોને કાપવા માટે સેન્ટ્રલ વાઇલ્ડલાઇફ બોર્ડની પરવાનગી આખરે મળી ગઈ છે. જોકે હવે આ માર્ગમાં સંજય ગાંધી નેશનલ પાર્કના વિસ્તારના 122ને બદલે 235 જેટલા વૃક્ષનો ભોગ લેવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેથી બોરીવલીના પ્રવાસ અંતરને માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરવામાં આવે તે માટે થાણેથી બોરીવલી દરમિયાન 11.8 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટનલના બાંધકામ માટે ટેન્ડર જાહેર કરી હૈદરાબાદની એક કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં ભૂમિપૂજન કરીને કામકાજ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

આ પ્રકલ્પ માટે સંજય ગાંધી નેશનલ પાર્કના વિસ્તારમાં ટનલ નિર્માણ માટે ટીબીએમ મશીન જમીનના ભૂગર્ભમાં 29 જગ્યાએ ડ્રીલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ડ્રિલિંગમાંથી 15 ડ્રિલ છ ઇંચ પરિઘની હોવાથી આ ક્ષેત્ર પ્રિઝર્વ અને પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વનો હોવાથી ક્ષેત્રમાં આવેલા 122 ઝાડ કાપવામાં આવવાના હોવાની માહિતી સેન્ટ્રલ વાઇલ્ડલાઇફ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.

ટનલના બાંધકામ માટે હવે 122ને બદલે 235 જેટલા વૃક્ષ કાપવામાં આવવાના છે. આ બદલાવને લીધે એમએમડીઆરડીને સંભાજી નગરના ફુલંબરીમાં ઉમરાવતી ખાતે 35.53 હેક્ટરની જમીન પર વૃક્ષોની વાવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button