નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Astrology: સપનામાં દેખાય જો આ પાંચ વસ્તુ તો સમજજો કે તમારો બેડો પાર

જાગતી આંખે સપના (dreams) આપમે સૌ કોઈ જોતા હોઈએ છીએ. આ સપના એટલે કે એ ઈચ્છાઓ જે અધૂરી છે અને આપણે પૂરી કરવા મથી રહ્યા છે. પણ રાત્રે સૂતા સમયે જે સપના આવે છે તેના પર આપણું ખાસ કોઈ જોર નથી. તે ઘણીવાર તો મસ્ત મજાના હોય છે અને ક્યારેક ઊંઘ ઊડાડી દે તેવા પણ હોય છે. આપણે એમ પણ માનીએ છીએ કે બ્રહ્મમૂહુર્તમાં જોયેલા સપના એટલે કે વહેલી સવારે જોયેલા સપના સાચા પડે છે. જ્યોતિષીઓ (astrologers) સપના વિશે પણ અલગ માન્યતા ધરાવે છે. તેમના મતે સપનામાં દેખાતી અલગ અલગ વસ્તુઓનો અલગ અલગ અર્થ છે અને તે સંકેત છે ઈશ્વરીય કૃપાનો. તો ચાલો તમને જણાવી દઈએ કે સપનામાં આવતી કઈ વસ્તુનો શું અર્થ થાય છે.

ગુલાબઃ શાસ્ત્રો અનુસાર સપનામાં ગુલાબ આવવું ઘણુ શુભ છે. આને અર્થ એ થાય છે કે તમારી કોઈ અધુરી ઈચ્છા જલદીથી પૂરી થવાની છે.

દીવોઃ જો તમને સપનામાં દીવો આવે તો માનજો કે ઈશ્વરની કૃપાદૃષ્ટિ તમારા પર છે. ભગવાન તમારા પર મહેરબાન છે અને તમને જલદીથી લાભ થવાના છે.

ઝાડુઃ હિન્દુશાસ્ત્રો (Hindushashtra)માં ઝાડુંને શુભ માનવામાં આવે છે. આથી જો તમને સપનામા ઝાડું આવે તો તે લક્ષ્મીજીના આગમનનો અણસાર છે. જલદીથી તમને આર્થિક લાભ મળવાનો છે.


ઉંદરઃ આ નાનકકું પ્રાણી શાસ્ત્રો અનુસાર શુભત્વનો સંકેત છે. સપનામાં ઉંદર દેખયા તો માનજો કે ઘરમાંથી દરિદ્રતા-ગરીબી અને લાચારી દૂર થશે અને જીવનની ગાડી પાટા પર દોડવા માંડશે.

ઈશ્વરઃ જો તમારા સપનામાં ભગવાન પોતે જ આવે કે તમને કોઈ મંદિરમાં દર્શન કરતા હો તેવું સપનું આવે તો કહેવાનું જ શું. ઈશ્વરની કૃપા વરસશે અને ખાસ કરીને આરોગ્ય અને ધનનો લાભ થશે.

પણ હા, માત્ર સપના જોવાથી જ બધુ મળી જશે તેમ માની દીવાસ્વપનાઓમાં રાચતા નહીં, મહેનત પણ કરજો જેથી પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્નેનું સમતોલન જળવાઈ રહે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button