Amitabh Bachchanએ કોને હાથ જોડીને કહ્યું કે હું ક્ષમા માંગુ છું…
હેડિંગ વાંચીને જ એવું થઈ ગયું ને કે ભાઈ એવું તે શું થયું અને આખરે સામે કોણ હતું કે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાથ જોડીને માફી માંગવી પડે? ચાલો આ રવિવારે બનેલી ઘટના વિશે તમને જણાવી જ દઈએ.
વાત જાણે એમ છે કે દર રવિવારે વર્ષોથી બિગ બીના ફેન્સ એમના ઘર જલસાની બહાર એમને જોવા એકઠા થાય છે અને બિગ બી પણ એમને મળવા માટે બહાર આવે છે. પરંતુ આ વખતે એટલે કે ચોથી ફેબ્રુઆરીએ કંઈક એવું થયું કે જેને કારણે બિગ બીએ માફી માંગવી પડી હતી. આ રવિવારે જલસાની બહાર માનવમહેરામણ બિગ બી નહીં પણ જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનને જોવા માટે ઊભરાયું હતું. આવો જોઈએ આખરે શું છે આનું કારણ…
બિગ બી સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા એક્ટિવ હોય છે અને તેઓ બ્લોગ પણ લખે છે. આ ઘટના વિશે બિગ બીએ જ ખુદ પોતાના બ્લોગ પર ખુલાસો કર્યો હતો. બિગ બીએ પોતાના બ્લોગ પર રવિવાને ઘરની બહાર એકઠી થયેલી ભીડના ફોટો શેર કર્યા હતા. પરંતુ આ વખતે આ ભીડ તેમને જોવા નહીં પણ તેમના દીકરાને જોવા ઉમટી હોવાનો ખુલાસો કર્યો હતો.
પાંચમી ફેબ્રુઆરીના અભિષેક બચ્ચનનો 48મો જન્મ દિવસ હતો અને અભિષેકના જન્મદિવસના એક દિવસ પહેલાં જ ફેન્સ જલસાની બહાર પોસ્ટર અને બેનર લઈને પહોંચ્યા હતા. જેમાં જુનિયર બચ્ચનને શુભેચ્છા આપતા સંદેશા હતા. આ સિવાય ફેન્સના હાથમાં અભિષેકે નિભાવેલા અલગ અલગ કેરેક્ટર્સના પોસ્ટર પણ હતા. દીકરા અને પોતાના માટે લોકોનો આટલો બધો પ્રેમ જોઈને બિગ બી ભાવુક થઈ ગયા હતા.
બિગ બીએ જલસાની બહારનો આ સુંદર ફોટો શેર કરીને લખ્યું હતું કે અને આજે અભિષેકને એના જન્મદિવસ પર શુભેચ્છા આપવા માટે ફેન્સનો ખૂબ ખૂબ આભાર અને દરેક લોકોને વ્યક્તિગતરૂપે જવાબ આપવામાં અસમર્થ હોવાને કારણે હું ક્ષમા માંગું છું…
બિગ બીએ પોતાના બ્લોગમાં આગળ લખ્યું હતું કે અને હું જ્યારે પર્સનલી જવાબ નથી આપી શકતો ત્યારે મને લાગણીનો અહેસાસ નથ થતો. મને એક એવી ટીમ રાખવી અનુચિત લાગે છે કે જે અનેક લોકો માટે એવું કરી શકે છે અને કદાચ કરે પણ છે. પણ હું એનાથી દૂર રહું છું… મને જે પ્રેમ અને સ્નેહ મળ્યો એ માટે આભાર… અને હંમેશાની જેમ બધાને મારો પ્રેમ અને સ્નેહ…