લાલ કલરના ઘરચોળામાં અસલ ગુજરાતણ લાગી રહી છે આ bollywood Diva
ઘણી હીરોઈનો એવી છે જે પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લીધે વધારે ચર્ચામાં રહેતી હોય. આવા સિલેબ્રિટી માટે સોશિયલ મીડિયા મસિહા જેવું સાબિત થયું છે કારણ કે તે તેમને લાઈમલાઈટમાં રાખે છે અને સતત લોકોની સામે લાવતું રહે છે. આવી જ એક હીરોઈન છે જેણે ફિલ્મો ઓછી કરી છે પણ તે fashion icon ફેશન આઈકન કહેવાય છે અને સતત લાઈમલાઈટમાં રહે છે. તે છે સોનમ કપૂર (sonam kapoor). અનિલ કપૂરની પુત્રી આનંદ આહુજાને પરણી છે અને ફિલ્મોથી લગભગ દૂર જ છે, પણ છતાં પાર્ટીમાં જોવા મળે છે. તાજેતરમાં જ તેણે એક મિત્રના રિસેપ્શનમાં જે આઉટફીટ પહેર્યું હતું તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે રિસેપ્શનમાં આ રીતે આવી હોવાથી તેની પસંદગી ઘણાને ન ગમી હોય, પણ તે સુંદર લાગતી હતી તે વાત નક્કી છે.
ફોટોગ્રાફર અપેક્ષા મેકરના વેડિંગ રિસેપ્શનમાં સોનમ ટિપિકલ ગુજરાતણ થઈને આવી હતી. તેણે ઘાટા લાલ કલરનું સિલ્ક ઘરચોળું પહેર્યું હતું. જે લગભગ દરેક ગુજરાતી લગ્નોમાં પહેરવામાં આવે છે.
સોનમ ગુજરાતી સ્ટાઈલમાં પહેરેલી આ સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે ખાસ કોઈ મેકઅપ ન હતો કર્યો. સાદી હેરસ્ટાઈલ, માથા પર ટીકો અને વાળમાં ગજરો પહેર્યો હતો. આ સાથે હાથમાં ગોલ્ડન રંગનું પોટલી પર્સ લીધું હતું. જોકે રિસેપ્શનમાં આ રીતે ગુજરાતણ થઈને આવેલી સોનમ પર સૌની નજર હતી.