નેશનલસ્પોર્ટસ

ભારતીય હૉકી પ્લેયર વિરુદ્ધ બળાત્કારનો આરોપ: પોલીસ તેેને શોધી રહી છે

નવી દિલ્હી: કોઈ ક્રિકેટર દ્વારા ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અથવા અન્ય કોઈ મહિલાની જાતીય સતામણી કરી હોવાના કે દગો દીધો હોવાના કે મહિલાની મારપીટ કરી હોવાના અનેક સાબિત થયેલા કે સંદિગ્ધ કિસ્સા બની ગયા છે, પરંતુ હવે તો હૉકીમાં એવો આઘાતજનક બનાવ બહાર આવ્યો છે.

સાઉથ આફ્રિકાના મખાયા ઍન્ટિની, વેસ્ટ ઇન્ડિઝના રાયન હાઇન્ડ્સ, ઑસ્ટ્રેલિયાના લ્યૂક પૉમરબાક, બાંગ્લાદેશના રુબેલ હોસૈન, શ્રીલંકાના દાનુષ્કા ગુણથિલકા, સહિત ઘણા ક્રિકેટરોના કિસ્સા બહાર આવી ચૂક્યા છે. સ્પિનર અમિત મિશ્રાએ 2015માં બેન્ગલૂરુની હોટેલમાં મહિલાને અપશબ્દો કહ્યા હોવાનો તેમ જ તેનો હાથ મચકોડી નાખ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો હતો. લેટેસ્ટ જાણીએ તો નેપાળના સંદીપ લામિછાનેએ 17 વર્ષની છોકરી પર કઠમંડુમાં રેપ કર્યો હોવાના આક્ષેપને પગલે અદાલતે સંદીપને આઠ વર્ષની જેલની સજા ફટકારી છે.

ભારતીય હૉકી ખેલાડી વરુણ કુમાર સામે આક્ષેપ છે કે તેણે બેન્ગલૂરુમાં રહેતી બાવીસ વર્ષની યુવતીએ આક્ષેપ કર્યો છે કે વરુણે તેને લગ્નનું વચન આપ્યું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં આ વચનનું રટણ કરીને અનેક વાર તેની પર બળાત્કાર કરી ચૂક્યો છે.

મહિલાએ કહ્યું છે કે 2019માં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફત પહેલી વાર તે વરુણને મળી હતી.
યુવતીએ આરોપ મૂકયો છે કે ‘વરુણ જ્યારે પણ મૅચ રમવા બેન્ગલૂરુના સાંઇ સ્ટેડિયમમાં આવતો હતો ત્યારે મારી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.’

યુવતીના આક્ષેપને આધારે પોલીસે બેન્ગલૂરુમાં વરુણ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ છે.

વરુણ મૂળ હિમાચલ પ્રદેશનો છે અને પંજાબના જલંધર વતી રમે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વરુણ ભાગી ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમ બ્રૉન્ઝ મેડલ જીતી હતી અને એ ટીમના ખેલાડી વરુણ માટે હિમાચલ પ્રદેશ સરકારે એક લાખ રૂપિયાના ઇનામની ઘોષણા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button