નેશનલ

MPમાં ફટાકડાની ફેક્ટરીની આગમાં મોટી જાનહાનિ, મેડિકલ યંત્રણાને બનાવાઈ સજ્જ

ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં મગરધા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને સવારથી લાગેલી આ આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જો કે ઘણી બધી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં અત્યર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

જો કે આગે વિકરાળ રૂપ ધારણ કર્યા બાદ જિલ્લાની આસપાસની તમામ હોસ્પિટલોમાંથી મેડિકલ સુવિધાઓ માટે વાહનો અને ડોક્ટરોની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. આ ઉપરાંત ભોપાલ અને ઈન્દોરની મોટી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ હરદા થી ઈન્દોર માર્ગ પર એમ્બ્યુલન્સને કોઈ પ્રકારનો ટ્રાફિક ના મળે તે માટે માર્ગને સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને બીજા વાહનોવી અવર જવર હાલમાં બંધ કરવામાં આવી છે. ઘાયલો લઈ જવા માટે 100થી પણ વધારે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી શકે તેવી આશંકા છે, જ્યારે 11 લોકો સિવાય મૃત્યુ અંગે વધુ કોઈ માહિતી મળી નથી.

આગ લાગવાના કારણે ફક્ટરીના આજુબાજુ આવેલા ઘરોની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે. જે પણ હોસ્પિટલમાં ઘાયલોને લઈ જવામાં આવી રહ્યા છે ત્યાં લોકો એકઠા થઈને પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આથી હોસ્પિટલોમાં પણ નાસભાગની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હરદામાં બનેલી આ ઘટના અંગે મુખ્ય પ્રધાન ડો.મોહન યાદવે જાતે જે આ ઘટના અંગે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મુખ્ય પ્રધાન યાદવે પ્રધાન પ્રદ્યુમન સિંહ તોમર, ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટરથી રવાના થવાનો નિર્દેશ આપ્યો હતો.

તેમજ ઘાયલોને એરલિફ્ટ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજ અને એઈમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ સાથે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ઈન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડ મોકલવામાં આવી છે. કલેક્ટર ઋષિ ગર્ગે જણાવ્યું કે આજે સવારે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જોરદાર આગ લાગી છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. અમે અત્યાર સુધીમાં 20-25 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અમે નજીકના જિલ્લાઓમાંથી એમ્બ્યુલન્સ, ડૉક્ટરોની ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને NDRF ટીમોને પણ બોલાવી છે.

ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે ઈન્દોરની સરકારી અને ખાનગી હોસ્પિટલોના બર્ન યુનિટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. અહી 200 બર્ન યુનિટ બેડ બનાવવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્દોરથી 20 ICU એમ્બ્યુલન્સ હરદા માટે રવાના કરી દેવામાં આવી છે. જેમાં ખાસ એક ડોક્ટરની ટામ પણ સાથે રવાના થઈ છે. હરદાની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગને ધ્યાનમાં રાખીને નર્મદાપુરમના કલેક્ટર સોનિયા મીનાએ પણ ત્રણ એમ્બ્યુલન્સ અને 6 ફાયર બ્રિગેડને રવાના કરી છે. બચાવ માટે 19 SDRF જવાનોને ડિઝાસ્ટર સામગ્રી સાથે મોકલવામાં આવ્યા છે.

નિકોની સાથે, અગ્નિશામક સાધનો, ફાયર એન્ટ્રી ચ્યુટ, સર્ચ લાઈટ, સ્ટ્રેચર, હેલ્મેટ, શ્વાસ લેવાના ઉપકરણોનો સેટ પ્રવાસી બસ અને બચાવ વાહન દ્વારા મોકલવામાં આવ્યો છે. જો કે હજુ સુધી એ જાણકારી મળી નથી કે અંદર કેટલા લોકો ફસાયેલા છે અને તેમાંથી કેટલા જીવતા છે કારણકે આગ એટલી ભીષણ છે કે આગની લપેટમાં આવનાર વ્યક્તિ બળીને ભડથું થઈ જાય ત્યારે હવે કેટલા લોકો બહાર આવી શકે છે અને કેટલા લોકો જીવિત રહી શકે છે એ તો આગ સંપૂર્ણપણે ઓલવાય પછી જ ખબર પડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…