નેશનલ

Nehru Speech: શું નેહરુએ ભારતીયોને ‘આળસુ’ કહ્યા હતા? WATCH

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાને કોંગ્રેસના ‘કેન્સલ કલ્ચર’ પર નિશાન સાધ્યું અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ભારતીય પરંપરાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો.

વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ‘આભાર પ્રસ્તાવ’નો જવાબ આપી રહ્યા હતા. તેમણે 1959 માં લાલ કિલ્લા પરથી જવાહરલાલ નેહરુના સંબોધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે કે ભૂતપૂર્વ વડા પ્રધાન વૈશ્વિક સ્તરે અન્ય રાષ્ટ્રીના લોકોની તુલનામાં ભારતીયોને આળસુ અને ઓછા બુદ્ધિશાળી માનતા હતા.


વડા પ્રધાન મોદીએ કહ્યું.”વડાપ્રધાન નેહરુએ લાલ કિલ્લા પરથી શું કહ્યું હતું તે વાંચીને સંભાળવું, ભારતીયોને સામાન્ય રીતે બહુ મહેનત કરવાની આદત નથી, આપણે યુરોપ કે જાપાન કે ચીન કે રશિયા કે અમેરિકાના લોકો જેટલું કામ નથી કરતા. તેનો અર્થ એ થયો કે નેહરુજી માનતા હતા કે ભારતીયો આળસુ અને ઓછા બુદ્ધિશાળી છે” ત્યારે એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું એ સાચું છે કે જવાહરલાલ નેહરુ ભારતીયોને “આળસુ” માનતા હતા? જવાહરલાલ નેહરુના 1959ના સંબોધન પર એક નજર કરીએ. તેમણે કહ્યું હતું કે, ‘ભારતમાં મહેનત કરવાની આદત રહી નથી.

એમાં આપણો વાંક નથી, ક્યારેક આવી આદતો પડી જાય છે. પરંતુ હકીકત એ છે કે આપણે યુરોપિયનો, જાપાનીઝ, ચાઈનીઝ, રશિયનો કે અમેરિકનો જેટલી મહેનત કરતા નથી. એવું ન વિચારો કે તે દેશો કોઈ જાદુના કારણે વિકસિત થયા છે, તેઓ સખત મહેનત અને બુદ્ધિમત્તાના કારણે બન્યા છે.’ વડા પ્રધાન મોદીએ જવાહરલાલ નેહરુની ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસમાં રહેલા લોકોને જોતા એવું લાગે છે કે ઈન્દિરા ગાંધી દેશના લોકોનું યોગ્ય મૂલ્યાંકન કરી શક્યા નથી. તેઓ પોતાને શાસકો અને જનતાને માન આપતા નથી.

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1974ના સંબોધનમાં કહ્યું હતું કે, “કમનસીબે, એ આપણી આદત બની ગઈ છે કે જ્યારે કોઈ કામ પૂરું થાય છે ત્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ. જ્યારે મુશ્કેલીઓ ઉભી થાય છે, ત્યારે આપણે આશા ગુમાવી દઈએ છીએ. કેટલીકવાર એવું લાગે છે કે આખા રાષ્ટ્રએ પરાજયવાદી વલણ અપનાવ્યું છે, પરંતુ આશા છોડી દેવાથી કોઈ સમસ્યા હલ થઈ શકતી નથી,”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button