મુંબઈઃ Paytmના શેરધારકો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચિંતમાં હતા ત્યારે આજે અચાનક તેમની સવાર સુધરી ગઈ છે. Paytm ની પેરન્ટ કંપની One97 Communication નો શેર શેરબજાર ખુલતાની સાથે જ રૂ. 395 ના સ્તરે ખૂલ્યો અને થોડીવારમાં જ તે વેગ પકડ્યો અને 6 ટકાથી વધુ ઉછળ્યો હોવાના સમાચાર શેરધારકો માટે રાહત લઈને આવ્યા છે.
સતત ત્રણ દિવસથી પેટીએમના શેરમાં થયેલા ઘટાડા પર અચાનક બ્રેક લાગી છે. કટોકટી વચ્ચે મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ તેમાં અચાનક જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને સમાચાર લખાય છે ત્યાં સુધી One97 કોમ્યુનિકેશન શેર 6 ટકા કરતાં વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. અગાઉ, આરબીઆઈ RBI દ્વારા બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પછી, ફિનટેક કંપનીના શેર ત્રણ ટ્રેડિંગ સેશનમાં 43 ટકા તૂટ્યા હતા.
3 જાન્યુઆરીના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંક, Paytmની બેંકિંગ શાખાની સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો, જે 29 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. આ હેઠળ, Paytm પેમેન્ટ બેંક ન તો નવા ગ્રાહકો ઉમેરી શકે છે અને ન તો તેને કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ અને FASTagમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારવાનો અધિકાર હશે. આ ઓર્ડર બાદ પેટીએમના શેરમાં સતત ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ લાગી હતી.
દરમિયાન, Paytm શેર 43 ટકા ઘટ્યો અને કંપનીના માર્કેટ કેપ (Paytm MCap)માં રૂ. 20,000 કરોડથી વધુનો ઘટાડો થયો. મંગળવારે સમાચાર લખાય છે ત્યારે સવારે 10.30 વાગ્યે તે 6.56 ટકાના વધારા સાથે રૂ. 466.75 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ સાથે એક જાણીતા અખબારી અહેવાલ અનુસાર Paytmએ પોતાનું વૉલેટ મુકેશ અંબાણીની કંપની જીયો ફાન્નાશિયલને વેચવાની અટકળોને રદિયો આપ્યો હતો.
ગઈકાલે Paytm Founder CEO વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ પોતાના કર્મચારીઓ સાથે ભાવનાત્મક વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે શું ખોટું થયું છે અને શું સમસ્યા છે તેની વિગતવાર જાણ હજુ મને પણ નથી. અમે જેમ બને તેમ સ્થિતિ સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ એક પરિવાર સમાન છે અને કોઈની છટણી કરવામાં નહીં આવે કે કોઈએ નોકરી જશે તેવા ડરમાં જીવવાની જરૂર નથી. જોકે કંપની સંકટમાં હોવા છતાં તેમના 50 લાખ શેર મોર્ગન સ્ટૈનલે એશિયા-સિંગાપુરે ખરીદ્યાના અહેવાલો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને