નેશનલ

ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કંઈ બાબતો પર તેની સીધી અસર પડશે

દહેરાદૂન: ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી સરકાર 6 જાન્યુઆરી, 2024 એટલે કે આજે મંગળવારના રોજ વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ કરશે. આ સંબંધિત ડ્રાફ્ટ તાજેતરમાં જ યુસીસી કમિટીએ સીએમ પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યો હતો. તો શું તમે જાણો છે કે UCCના અમલીકરણથી શું બદલાશે અને શું નહીં? અને સામાન્ય લોકો પર તેની શું અસર થશે?
ઉક્કરાખંડમાં યુસીસી લાગુ થતા કેટલાક અધિકારો બદલાશે તો કેટલાક નવા નિયમો ઉમેરાશે અને આ તમામ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહેશે પછી તે કોઈ પણ જાતિ કે ધર્મનો હોય. યુસીસી લાગૂ થયા બાદ તમામ ધર્મોમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હશે. સ્ત્રી-પુરુષને છૂટાછેડા આપવાનો સમાન અધિકાર, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પહેલા માતા પિતાને જણાવવું પડશે.


લિવ-ઈન રજિસ્ટ્રેશન ન કરવા પર 6 મહિનાની સજા તેમજ લિવ-ઈનથી જન્મેલા બાળકોને મિલકતમાં સમાન અધિકારો, મહિલાઓના પુનર્લગ્ન માટે કોઈ શરતો રાખવામાં આવશે નહિ. બહુપત્નીત્વ પર પ્રતિબંધ, પતિ કે પત્ની જીવિત હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં. કોઈ પણ લગ્નની નોંધણી જરૂરી છે, નોંધણી વિના કોઈ સુવિધા મળશે નહી, વારસદાર તરીકે છોકરીઓને સમાન અધિકારો મળશે. મુસ્લિમો પણ ફક્ત એકજ લગ્ન કરી શકશે.

જો કે UCC લાગૂ શયા બાદ પણ ધાર્મિક માન્યતાઓમાં કોઈ ફરક નહિ પડે. ધાર્મિક રિવાજો પર પણ કોઈ અસર નહી થાય તમે જે રીતે તમારા ધાર્મિક રિવાજો નિભાવતા હતા તે જ રીતે નિભાવી શકો છો. લગ્નપ્રથામાં લગ્ન કોઈ પંડિત અથવા મૌલવી દ્વારા જ કરવામાં આવશે. તમારા ભોજન, પૂજા, વસ્ત્રોમાં કોઈ બદલાવ નહિ આવે.


નોંધનીય છે કે વર્ષ 2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા જનતાને આપવામાં આવેલા મુખ્ય વચનોમાંથી એક UCC પર એક કાયદો બનાવવા અને તેને રાજ્યમાં લાગુ કરવાનો હતો. ઉત્તરાખંડ રાજ્યમાં સતત બીજી વખત જીત મેળવીને ઈતિહાસ રચ્યા બાદ ભાજપે માર્ચ 2022માં સરકારની રચના કરી અને ત્યારબાદ તરત જ કેબિનેટની પ્રથમ બેઠકમાં સરકારને યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાતોની સમિતિ આપી હતી.
ખાસ બાબત એ છે કે ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે. UCC હેઠળ વ્યક્તિ કોઈપણ ધર્મનો હોય તો પણ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન, મિલકત અને વારસા અંગેના સમાન કાયદા રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button