નેશનલ

ભારતે તોડ્યો ઇંગ્લેન્ડના બેઝબોલનો ઘમંડ

બીજી ટેસ્ટમાં 106 રનથી મેળવી જીત

વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને બીજી ટેસ્ટ જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 292 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત માટે બીજા દાવમાં બુમરાહે ત્રણ અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.ઇંગ્લેન્ડ માટે બીજી ઇનિંગમાં, જેક ક્રોલીએ સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય
કર્યો હતો. ભારતે
પ્રથમ દાવમાં 396 રન કર્યા હતા જેમાં યશસ્વી જયસ્વાલે 209 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજા દાવમાં ભારતે 255 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 253 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ભારતને 143 રનની લીડ મળી હતી. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની બેવડી સદીની મદદથી પ્રથમ દાવમાં 396 રન કર્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી. ગિલની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન કર્યા હતા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં ઓપનર જેક ક્રોલીએ સૌથી વધુ 73 રન કર્યા હતા. તેમના સિવાય બેન ડકેટ 28, રેહાન અહેમદ 23, ઓલી પોપ 23, જો રુટ 16, જોની બેયરસ્ટો 26, કેપ્ટન બેન સ્ટોક્સ 11, બેન ફોક્સ 36, ટોમ હાર્ટલી 36 અને શોએબ બશીર 0 રન કર્યા હતા. જેમ્સ એન્ડરસન પાંચ રન કરીને અણનમ રહ્યો હતો. બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારત માટે જસપ્રીત બુમરાહે 17.2 ઓવરમાં 46 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને 18 ઓવરમાં 72 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?