આમચી મુંબઈ

પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં

મુંબઈ: સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20 નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટના મહત્ત્વના નિર્ણયો:
ક મુંબઈવાસીઓ માટે આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં (શહેરી વિકાસ વિભાગ)
ક રાજ્યમાં નમો મહારોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવશે. બે લાખ નોકરીઓ, સ્વરોજગાર સર્જાશે. (કૌશલ્ય વિકાસ વિભાગ)
ક વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સંવેદનશીલ છે. 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને મુખ્ય પ્રધાન વયશ્રી યોજનાનો લાભ મળશે
(સામાજિક ન્યાય વિભાગ)
ક નગરોત્થાન મહાભિયાન હવે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવશે
(શહેરી વિકાસ વિભાગ)
ક પર્યટનને પ્રોત્સાહન આપવા જુન્નર તાલુકામાં ચિત્તા સફારી (વન વિભાગ)
ક શિરડી એરપોર્ટનું વધુ વિસ્તરણ, નવી ઇમારતનું નિર્માણ (સામાન્ય વહીવટ વિભાગ)
ક ધારાવી પુનર્વસન માટે કેન્દ્ર પાસે મિથાગર જગ્યા મંગાશે (હાઉસિંગ વિભાગ)
ક નિવૃત્ત ન્યાયિક અધિકારીઓના સુધારેલા ભથ્થાં (કાયદો અને ન્યાય વિભાગ) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button