PM Modiના ભાષણ પર આ સાંસદની તીખી પ્રતિક્રિયા, વડા પ્રધાનના ભાષણને ‘અહંકારી’ ગણાવ્યું
નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગૃહને સંબોધિત કર્યું હતું. વડા પ્રધાનના ભાષણ પર સસ્પેન્ડેડ BSP સાંસદ દાનિશ અલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. (MP Danish Ali on PM Modi) વડા પ્રધાનના ભાષણને તેને અહંકારી ભાષણ તરીકે ગણાવ્યું હતું.
પોતાની તીખી પ્રતિક્રિયા આપતા સાંસદ કહે છે કે વડા પ્રધાનને આટલું અહંકારી ભાષણ શોભા નથી આપતું. ઘણું અહંકારી ભાષણ હતું. દેશની જનતા અહંકાર તોડી નાંખશે. પોતાની પ્રતિક્રિયામાં જવાહરલાલ નેહરૂનો ઉલ્લેખ કરતાં વધુમાં કહે છે કે, ‘તમે દેશના પ્રથમ વડા પ્રધાન નેહરૂ વિશે હલકું બોલો છો, તમારો તો કોઈ ઇતિહાસ હતો નહીં. નેહરૂ 9 વર્ષ અંગ્રેજોની જેલમાં રહ્યા અને તમારા પૂર્વજો અંગ્રેજો પાસે માફી માંગતા રહ્યા’
પરિવારવાદ અને મણિપુરને લઈને પણ PM મોદીને તેને આડે હાથ લીધા હતા, તેને કહ્યું કે શું તમારી પાર્ટીમાં પરિવારવાદ નથી? દેશની મહિલાઓ સાથે મણિપુરમાં જે કઈ થયું એ ન દેખાયું. તેના ભાષણમાં એક વાર પણ મણિપુર શબ્દ ન આવ્યો.
વધુમાં તેઓ કહે છે કે તમારી સરકારે બળાત્કારીઓને વારંવાર પેરોલ આપે છે. શું તે મહિલા નથી જેનો રેપ બાબા રહિમે કાર્યો છે. ચૂંટણીનો પ્રચાર કરવા માટે તેને બે મહિનાની પેરોલ આપો છો.
આપને જણાવી દઈએ કે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કેટલાય મુદ્દાઓ પર લોકસભાને સંબોધિત કરી હતી. તે દરમ્યાન કોંગ્રેસ સહીઓટ તમામ વિપક્ષો પર તેમણે નિશાન સાધ્યું હતું. પરિવારવાદના આક્ષેપ પર PM મોદીએ પલટવાર કર્યો હતો કે એક જ પરિવારમાંથી આવતા લોકોને જન સમર્થન મળે તો હું તેને પરિવાર વાદ નથી કહેતો.