ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
સોયના આકારના પાન ધરાવતા આ સુગંધી છોડની ઓળખાણ પડી? ચાર રંગના પુષ્પ એના પર ઊગે છે અને એના ઔષધીય ગુણ પણ મહત્ત્વ ધરાવે છે.
અ) Calendula બ) Fennel ક) Rosemary ડ) Basil
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ખંજવાળ EPILEPSY
ઓરી PIMPLE
ખીલ ITCH
વાઈ OBESITY
સ્થૂળતા MEASLES
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય, જેવા ઘઉં કેળવે, તેવાં ભોજન થાય’ કહેવતમાં ઘેબર શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ઢેબરા બ) ઘી કેળાં ક) મીઠાઈ ડ) પુડલા
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી ગ્લુકોમાની તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) નાક બ) આંખ ક) ત્વચા ડ) ગળું
માતૃભાષાની મહેક
રહેંટ એટલે ખેત-સિંચાઈ માટે ઉપયોગી સાધન. આ રહેંટ – વોટર વ્હીલ'નો પ્રથમ ઉલ્લેખ ઈ.પૂ. 400 વર્ષ પહેલાં ગ્રીક કવિની રચનામાં જોવા મળે છે. કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂં પાડવામાં તેમજ લુહારી કામમાં રાતદિવસ કાળી મજૂરી કરે છે, તેની તમામ યાતનાનો અંત
વોટર વ્હીલ’ અથવા રહેંટના આવિષ્કાર/વપરાશથી થયો હોવાનો ઉલ્લેખ છે.
ઈર્શાદ
ઈશ્વર તું પણ, છે ગજબનો વિજ્ઞાની,
પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી.
— લોક રચના
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કંઈ હશે એ જણાવો.
13, 27, 55, 111, ——-
અ) 156 બ) 190 ક) 223 ડ) 255
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
પિત્તાશય કઈંટઊછ
અન્નનળી ઘઊજઘઙઇંઅૠઞજ
તાળવું ઙઅકઅઝઊ
જઠર જઝઘખઅઈઇં
લાળ જઅકઈંટઅ
માઈન્ડ ગેમ
59
ઓળખાણ પડી?
સુવા
ગુજરાત મોરી મોરી રે
ગાલ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ભૂખ્યા પેટે