મનોરંજન

સુષ્મિતાની દીકરી છે માતાના પગલે પગલે… આ ફિલ્ડમાં બનાવવું છે કરિયર…

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન એ બોલીવૂડની મોસ્ટ ફેમસ અને લોકપ્રિય એક્ટ્રેસ છે. પોતાની સ્ટાઈલ અને દમદાર એક્ટિંગના જોરે દર્શકોના દિલ જિતી લેવાની સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર સોલિડ એક્ટિવ છે. આ સિવાય તે અવારનવાર ઈવેન્ટ્સમાં પણ હાજરી આપતી હોય છે અને જ્યાં તે પોતાની અને પોતાની દીકરીઓની પર્સનલ લાઈફ વિશે વાતો કરતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેને લગ્ન નથી કર્યા પણ તેણે બે છોકરીઓ એડોપ્ટ કરી છે જેમના નામ રેને અને અલીસા છે. અલીસા હજી ખૂબ જ નાની છે પણ રેને 24 વર્ષની છે. રેનેને પોતાની મમ્મીની જેમ જ એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે અને આ બાબતે ખુદ સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સુષ્મિતા સેને જણાવ્યું હતું કે રેનેને એક્ટ્રેસ બનવું છે અને તે ખૂબ જ સારી એક્ટ્રેસ બનશે. તેની તૈયારી ચાલી રહી છે. દરમિયાન રેને વિશે વાત કરવાની થાય તો 2021માં તેણે સટ્ટાબાજી નામની શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. એટલું જ નહીં સુષ્મિતાને તાલી વેબ સિરીઝમાં પણ ગાવામાં આવેલા મહામૃત્યુંજય મંત્રને પણ રેનેએ અવાજ આવ્યો હતો.

સુષ્મિતાનું પોતાની બંને દીકરીઓ અલીસા અને રેને સાથે સારું બોન્ડિંગ છે. સુષ્મિતા પોતાની દીકરીઓ સાથે અનેક ઈવેન્ટમાં જતી હોય છે. મારી દીકરીઓને ક્યારેય તેના પપ્પાની કમી મહેસૂસ નથી થતી. તેમને પિતાની જરૂર જ નથી. તમને એ જ વસ્તુની કમી જણાય છે જે વસ્તુ તમારી પાસે હોય છે. જે વસ્તુ તમારી પાસે નથી હોતી એની કમી તમને ક્યારેય નહીં વર્તાય..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button