અધીર રંજનના આરોપો પર નાણામંત્રી બગડ્યા, કહ્યું કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં
નવી દિલ્હી: સોમવરે સંસદમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી વચ્ચે તણખલા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપ શાસિત સિવાયના અને ખાસ કરીને દક્ષિણના રાજ્યોને તેના લેણાંથી વંચિત રાખવામા અને GST વળતર બાબતેના આરોપો પર દલીલો થઈ હતી. જેના વળતાં જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે ‘રાજ્યોને આઉટસ્ટેન્ડિંગ ટ્રાન્સફર નાણાં આયોગની ભલામણ અનુસાર કરવામાં આવે છે અને ટેક્સ રેવેન્યુ આલોટમેન્ટ માટે તેની પાસે કોઈ જ સ્વતંત્ર અધિકાર નથી.’ નિર્મલા સીતારામણે આ આક્ષેપોને અમુક લોકો દ્વારા ફેલાવતી ‘રાજકીય રૂપે પાયાવિહોણી વાર્તા’ માં ખપાવીને ખરીજ કરી દીધી હતી.
આ દલીલ અધીર રંજન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં તે કર્ણાટકનું તાજું ઉદાહરણ આપતા આક્ષેપ કરે છે કે, વિપક્ષ શાસિત રાજ્યો પ્રત્યે (કેન્દ્ર સરકાર) કિન્નાખોરી રાખી રહી છે. તેઓ કહે છે કે ‘જ્યાં સમગ્ર મંત્રાલય તમારા વહીવટીતંત્રના આડેધડ વલણ સામે આંદોલન કરી રહ્યું છે. થોડા મહિના પહેલા બધું બરાબર હતું. પરંતુ, જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.’
તેઓ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેમાં તેને કહ્યું હતું કે 2024ના વચગાળાના બજેટમાં રાજ્ય સાથે ખિન્નખોરી કરવામાં આવશે, જેને કોંગ્રેસે મે 2023માં જીત્યું હતું. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા સિતારમણ દ્વારા ફાળવણીની કમી અને 15મા નાણાપંચ હેઠળ રૂ. 11,000 કરોડથી વધુની આવકની ખોટનો આક્ષેપ કર્યો હતો. આ અંગે કર્ણાટકના નેતાઓ બુધવારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાના છે.
નાણામંત્રીએ GSTના વિવિધ કોમ્પોનેન્ટ પર શોર્ટ એક્પ્લેનર સાથે વાતચીતની શરૂઆત કરી હતી. તેમણે સંસદમાં કહ્યું કે SGSTનો 100 ટકા રાજ્યોને જાય છે. આ ઓટોમેટિક જોગવાઈ છે. IGST ઈંટરસ્ટેટ ચૂકવણીઓને આવરી લે છે (અને) સમય સમય પર સમીક્ષા કરવામાં આવે છે કારણ કે રાજ્યોને નાણાં હાથમાં મળવા જોઈએ, તે વિભાજિત કરવામાં આવે છે અને પછી સમય સમય પર સમાયોજિત કરવામાં આવે છે કારણ કે વાસ્તવિક CGST નાણા પંચ અનુસાર વિભાજિત કરવામાં આવ્યું છે.
બિન ભાજપ શાસિત રાજ્યો પ્રત્યે ઉદાસીનતા દાખવવાના આક્ષેપોને લઈને નાણામંત્રી કોંગ્રેસ નેતા પર બરાબર ભડક્યા હતા, અને કહ્યું હતું કે પોતાની પાસે આવો કોઈ સ્વતંત્ર હવાલો નથી, તે કહે છે કે,'”જો નાણાપંચ મને આમ કરવા માટે નથી કહેતું તો હું કશું કરી શકતી નથી… અધીર જી, કૃપા કરીને એવું ન વિચારો કે મારી પાસે કોઈ સ્વતંત્ર સત્તા છે. કૃપા કરીને નાણાપંચ સાથે વાત કરો.” આ પછી નાણામંત્રીએ નમસ્તે કહીને પોતાની જગ્યા પર બેસી ગયા હતા.