લખનઊ જેલ પ્રશાસનની ચિંતામાં વધારો, HIV પોઝિટિવ કેદીઓની સંખ્યા વધી
લખનઊ: લખનઊની જિલ્લા જેલ તેના HIV સંક્રમિત કેદીઓને લઈને અત્યારે દેશભરમાં ચર્ચામાં છે. હાલમાં જ બહાર આવ્યું હતું કે જેલના 36 કેદીઓ HIVની ચપેટમાં આવી ગયા છે. પરંતુ આજે તે આંકડાઓમાં વધારો થયાનું બહાર આવ્યું છે. જેલ પ્રશાસને કહ્યું કે HIV પોઝિટિવ કેદીઓની સંખ્યા વધીને 63 એ પહોંચી છે. HIV ટેસ્ટમાં વિલંબનું કારણ જેલ અધિકારીઓએ જણાવે છે કે સપ્ટેમ્બરમાં પૂરતા પ્રમાણમા ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ ન હતી. જેને લઈને ડિસેમ્બરમાં કેદીઓનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેલ અધિકારીઓ તેવો દાવો કરી રહ્યા છે કે મોટા ભાગે સંક્રમિત કેદીઓનો નશીલી દવાઓની હિસ્ટ્રી રહી છે. આ આદતને કારણે આ રોગ ફેલાયો છે જેમાં નશો કરવા માટે એક જ સિરિંજ અલગ અલગ વ્યક્તિ વપરાતા હોય છે. આ સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલમાં આવ્યા બાદ કોઈ પણ કેદી HIVના સંપર્કમાં નથી આવ્યો.
તેઓએ જણાવ્યુ કે HIV પોઝિટિવ કેદીઓને લખનઊની હોસ્પિટલમાં નિયમિત સારવાર અપાય રહી છે. સાથે જ પ્રશાસન તેના સ્વાસ્થ્ય પર બારીકીથી નજર રાખી રહ્યું છે.