ઇન્ટરનેશનલવેપાર

અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા Goldમાં ₹517નો અને Silverમાં ₹1319નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત શરૂ કરવામાં વધુ મોડું કરે તેવી ભીતિ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન સોનામાં 10 ગ્રામદીઠ ₹515 થી 517નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ ₹1319નો કડાકો બોલાઈ ગયો હતો, જેમાં શુદ્ધ સોનાએ 10 ગ્રામદીઠ ₹63,000ની અને ચાંદીએ કિલોદીઠ ₹71,000ની સપાટી ગુમાવી હતી.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં વૈશ્વિક
નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ ₹1319 ઘટીને ₹70,545ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ઘટાડો મર્યાદિત રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ ₹515 ઘટીને ₹62,374 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ₹517 ઘટીને ₹62.625ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાના અહેવાલ હતા.

Reuters Graphics

અમેરિકા ખાતે ગત શુક્રવારે જાહેર થયેલા ગત જાન્યુઆરી મહિનાના નોન ફાર્મ પૅરૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં 1,80,000 નો વધારો થવાની ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા હતા, પરંતુ રોજગારોની સંખ્યા વધીને 3,53,000ની સપાટીએ પહોંચી હોવાનું શ્રમ મંત્રાલયે જણાવ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5% ઘટીને ઔંસદીઠ $2027.80 અને વાયદામાં ભાવ 0.4% ઘટીને $2044.90 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.5% ઘટીને ઔંસદીઠ $22.55 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે, પરંતુ ફેડરલ રિઝર્વે ફુગાવો અંકુશ હેઠળ આવે તેવો વિશ્વાસ
વ્યક્ત કર્યો હોવાથી એકંદરે ભાવ ઔંસદીઠ $2000 કરતાં નીચે જાય તેવી શક્યતા વિશ્લેષકોનકારી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button