Bollywood: Amir Khanએ કેમ કહ્યું કે મને આની શરમ આવે છે…

Bollywoodમાં ઘણા કલાકારો છે જે પોતાના મનની વાત સ્પષ્ટપણે કહે છે. આમાનો એક મિ. પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન Amir Khan પણ છે. આમિરે તાજેતરમાં એક મીડિયા હાઉસ સાથે વાત કરી અને તેથી તે ચર્ચામાં છે. આ વાતચીતમાં તેણે પોતે પણ ફિલ્મો કે ગીતો સિલેક્ટ કરતી વખતે કરેલી અમુક ભૂલો બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને અમુક પ્રકારના ગીતો કર્યાની મને શરમ આવે છે તેમ પણ જણાવ્યું છે.
વાસ્તવમાં બન્યું હતું કે એમ કે આમિરની એક્સ વાઈફ કિરણ રાવે (Kiran Rao) થોડા દિવસો પહેલા સંદીપ વાંગાની Animal ફિલ્મ જોઈ હતી અને તે બાદ જે રીતે હીરોઈનો સાથે તેમાં વર્તન કરાતું બતાવવામાં આવે છે તેને વખોડ્યું હતું. જોકે કિરણ પહેલી વ્યક્તિ નથી, ગીતકાર જાવેદ અખ્તરથી માંડી ઘણા સેલિબ્રિટી આને વખોડી ચૂક્યા છે.
કિરણની ટીપ્પણી Animal ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગાથી સહન થઈ નહીં અને તેણે સીધો પ્રહાર આમિર ખાન પર કરી નાખ્યો. તેણે કિરણ રાવને એક્સ હસબન્ડ આમિરની ફિલ્મો જોવા કહ્યું. તેમાં તેણે ખાસ દિલ ફિલ્મનું ઉદાહરણ આપ્યું જેમાં આમિર માધુરી (Madhuri Dixit)ને મારે છે અને તેમ છતાં પછીથી બન્ને વચ્ચે પ્રેમ થાય છે. આ વાતનો જવાબ આમિરે આપ્યો છે. એક ચેનલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આપણે ફિલ્મ બનાવવા સમયે જવાબદારીથી કામ કરતા નથી. જે રીતે મહિલા અને પુરુષને બતાવવામાં આવે છે, તેમાં તે કંઈક ખોટું કરતા બતાવવામાં આવે છે અને પછી તે ખોટાનું પરિણામ સારું આવે છે, તેમ બતાવી ખોટો સંદેશ આપીએ છીએ. આપણે સિનેમામાં મહિલાને આઈટમ બતાવીએ છીએ, તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત કહી તેને વસ્તુ બનાવી દઈએ છીએ.
આ બધામાં મારું પણ યોગદાન છે, મારો પણ હાથ છે. હું પણ જવાબદાર છું. મેં પણ આવી ફિલ્મો કરી છે. ખંભે જૈસી ખડી હૈ (દિલ) ગીતમાં મેં પણ હીરોઈનને માણસ ન હોય તેવું બતાવ્યું છે. આની મને શરમ આવે છે.
આમિરની આ પ્રામાણિકતા અને ભૂલ સ્વીકારવાની તૈયારીને લોકો વખાણી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સાઉથ અને હિન્દી ફિલ્મોમાં હીરોઈનોને ફરી શૉ પીસ તરીકે બતાવવામાં આવી રહી છે જે ચર્ચા માગી લે તેવો વિષય છે.