નેશનલ

ઝારખંડની રાજકીય લડાઈમાં આજે શક્તિ પ્રદર્શન, કયા નેતાઓ ચંપઈ સરકારનો સાથ આપશે….

ઝારખંડ: ઝારખંડના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. ચંપઈ સોરેને ભલે નવા સીએમ તરીકે શપથ લીધા પરંતુ આજે પણ ચંપઈ સરકાર યથાવત રહેશે તે કહી શકાય નહી. હજુ તો હમણાં જ ચંપઈ સરકારે શપથ લીધા છે ત્યાં તો સાહિબગંજના જેએમએમના ધારાસભ્ય લોબીન હેંબ્રમનું પક્ષ સામે વિરોધી વલણ જોવા મળ્યું હતું.

ઝારખંડની વર્તમાન સરકાર માટે આજનો એટલે કે 5 ફેબ્રઆરીનો દિવસ મહત્વનો છે. કારણ કે આજે સાબિત થઈ જશે કે ઝારખંડ સરકાર ટકશે કે નહિ. જો કે ચંપઈ સોરેન દાવો કરી રહ્યા છે કે તેમની પાસે બહુમતી છે, પરંતુ ભાજપ સરકાર કહે છે કે ઝારખંડમાં હજુ સરકાર પડી જશે. જો કે બંને તરફથી નિવેદનોનો દોર ચાલી રહ્યો છે, સાહિબગંજના જેએમએમ ધારાસભ્ય લોબીન હેંબ્રમને ઝારખંડ મુક્તિ મોરચાથી અલગ થવાની વાત કહીને બધાને ચોંકાવી દીધા છે ત્યારે ભાજપ સતત દાવો કરી રહ્યું છે કે ચંપઈ સોરેન સીએમ બન્યા બાદ પણ તેમની સરકારમાં ઘણા બધા પ્રશ્ર્નો છે. આ ઉપરાંત JMM સરકારના બહુમતીના દાવાઓ પાયા વિહોણા છે. જો કે ચંપઈ સોરેને 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે.


સાહિબગંજના જેએમએમના ધારાસભ્ય લોબીન હેંબ્રમ ચંપાઈ સોરેનની આગેવાનીવાળી સરકારને શરતી સમર્થન આપવા સંમત થયા હતા. જેમાં તેમણે પોતાના કેટલાક મુદ્દાઓ રાખ્યા હતા જેમકે સમગ્ર રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ, જંગલોના રક્ષણ અને જળ સંરક્ષણની માંગ, ગ્રામસભાની સ્પષ્ટ મંજૂરી વિના રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કોઈ જમીન સંપાદિત કરવી જોઈએ નહીં તેના માટે સ્થાનિક ગ્રામીણ સમિતિએ જ જવું જોઈએ, ગ્રામસભાની સંમતિ વિના ખાણકામ લીઝની ફાળવણી પર પ્રતિબંધ, પુનર્વસવાટ આયોગની સ્થાપનાની પણ માંગ કરી હતી તેમજ તેમણે આદિવાસીઓ અને સ્થાનિક લોકો સામે દાખલ થયેલા કેસોની ઝડપી સુનાવણી માટે સમર્પિત વિશેષ અદાલતની રચનાની માંગ કરી હતી અને ઝારખંડની માંગણી અને જાહેરાત યોગ્ય નિવાસી નીતિનો અમલ થવો જોઈએ તેમ તેમણે પોતાની શરતેમાં જણાવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ છે કે આજે ચંપઈ સરકારે કેટલી બહુમતી દર્શાવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button