ધર્મતેજ

સંતોષ અને સુખ

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.
ભગવાન કહે છે-
લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥
હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.
એક મનુષ્યને જીવન જીવવા માટે કેટલું જોઈએ?
આ પ્રશ્ર્નનો જવાબ વ્યક્તિ વ્યક્તિએ જ નહીં, પણ સમયની સાથે પણ બદલાતો જોવા મળે છે. આજથી પંદર વીસ વર્ષ પહેલાં એરકન્ડિશનરની જરૂરિયાત બહુ ઓછાને વર્તાતી. આજે તો ઘરે ઘરે જ નહીં, પણ
રૂમે રૂમે, કારમાં, ઓફિસમાં સર્વત્ર એરકન્ડિશનર જોવા મળે છે. પરંતુ માણસ આવાં તો કેટલાંય સાધનો
સુખ માટે વસાવી રહ્યો છે, તેની પાસે સાધનો ઘણાં
છે છતાં તે સુખી છે એવું કહેવું મુશ્કેલ છે. મનુષ્યની જરૂરિયાતોનો વ્યાપ વધતો જ રહે છે અને તેના
પરિણામે સુખ તેની સાથે જાણે સંતાકૂકડીની રમત રમતું રહે છે.

લીઓ તોલ્તત્સોયની વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’ તે અસંતોષનું વસમું પરિણામ સમજવા માટે સચોટ દાખલારૂપ છે.

૧૦૦૦ રૂબલમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પગે ચાલીને જેટલી જમીન આવરી લે તેટલી તે વ્યક્તિની, તેવો લલચામણો પ્રસ્તાવ સાંભળીને પાહોમ નામનો
ખેડૂત અમીર બનવાના સપનાં જોવા લાગ્યો. સૂર્યોદય થતાં જ તેણે દોડવાનું ચાલુ કર્યું. જેટલી બની શકે તેટલી વધારે જમીન લેવા તેણે મોટો ચકરાવો લેવાનું
નક્કી કર્યું.

દોડતો દોડતો ખૂબ આગળ નીકળી ગયો. સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે તે પાછો વળ્યો. નક્કી કરેલી જગ્યાએ પહોંચવા ગજા બહારની દોડ લગાવીને તે સૂર્યાસ્ત સમયે ત્યાં પહોંચ્યો તો ખરો, પણ પહોંચતાની સાથે જ ત્યાં ઢળી પડ્યો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેને બે ગજ જમીનમાં ખાડો ખોદી દફનાવવામાં આવ્યો. આમ અંતે તો તેને બે ગજ જમીનની જ જરૂર પડી.

આપણને એવો ભ્રમ છે કે જેટલી વધારે સાધન-સામગ્રી તેટલું વધારે સુખ. એટલે માણસ વધારે ને વધારે ભેગું કરવામાં એટલો વ્યસ્ત રહે છે કે ઘણી વખત તેને માણવાનું પણ ભૂલી જાય છે, ખોટા તણાવને નોતરે છે અને અંતે અનેક પ્રકારના રોગને વરે છે.

ડો. અબ્દુલ કલામ એક બેગ લઈને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. તેમના સમગ્ર રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં શું નહીં પામ્યા હોય! છતાં જ્યારે કાર્યકાળ પૂરો થયો ત્યારે માત્ર એક જ બેગ સાથે રાષ્ટ્રપતિ ભવનને છોડ્યું. ડો. કલામનું જીવન સંતોષની હાલતી ચાલતી પરિભાષા છે. તેઓ કહેતા કે “સફળ જીવન કરતાં સંતુષ્ટ જીવન વધારે સારું છે. કારણ કે સફળતા અન્ય દ્વારા મપાય છે, પણ આપણો સંતોષ આપણું મન, હૃદય અને આત્મા દ્વારા મપાય છે.
જીવનમાં જે મળે, તેવું મળે તેનાથી પ્રસન્ન રહેવાના ભાવને સંતોષ કહે છે. આ એક દિવ્ય ગુણ છે. જે વ્યક્તિની પોતાની તથા સમાજ, એમ બંને માટે શ્રેયકર છે. સંતોષ વાસ્તવમાં મનની ઇચ્છાઓની સીમાથી ઉત્પન્ન થતી એક સંતુલિત અવસ્થા છે.

સંતોષી વ્યક્તિનું વ્યક્તિત્વ કઈંક આગવું હોય છે. તે વ્યક્તિ ક્યારેય કોઈ ચીજ કે વ્યવસ્થા ન મળવાથી ઉત્તેજિત ન થાય, નારાજ ન થાય, ક્રોધિત ન થાય, કોઈના પ્રત્યે આક્રોશનો ભાવ ન હોય. આવી વ્યક્તિઓ પરિસ્થિતિના દાસ નથી બનતા, પણ પરિસ્થિતિને પોતાને આધીન રાખવાનું સામર્થ્ય ધરાવે છે. વિપરીત પરિસ્થિતિથી તેઓ વિચલિત નથી થતા. કોઈ ચીજ કે પદાર્થ કદાચ ન મળે તો પણ તેમને લઘુતાગ્રંથિ, કુંઠિતતા કે અશ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન નથી થતો. સંતોષ તેમને કર્મવિહીન નહીં પણ સાચો કર્મશીલ બનાવે છે. સંતોષ વ્યક્તિને પૂર્ણતાનો અનુભવ કરાવે છે. ભક્તકવિ રહીમે કહ્યું છે –
“ગોરધન,ગજધન,વજિધન, ઔર રતન ધન ખાન
જબ આવે સંતોષ ધન, સબ ધન ધુરિ સમાન
સને ૧૯૬૮-૬૯ દરમ્યાન મધરાતે સાડાબાર વાગે બહારગામથી પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર છાત્રાલયમાં આવ્યા. છાત્રાલય સંભાળતા પાર્ષદો સૂઈ ગયા હતા. સ્વામીશ્રીએ જોયું કે છાત્રાલયના એક રૂમની લાઈટ ચાલુ હતી. તેઓએ ત્યાં જઈને બારણું ખખડાવ્યું. વિદ્યાર્થીઓએ જોયું તો સામે સ્વામીશ્રી ઊભા હતા.

સ્વામીશ્રીએ પાર્ષદોની ઊંઘ ન બગડે એટલે તેમને ઉઠાડવાની ના પાડી.

રૂમ મોટી હતી પણ પલંગ તો વિદ્યાર્થીઓ પૂરતા જ હતા. સ્વામીશ્રી નીચે પથારીમાં સૂઈ ગયા. બધા વિદ્યાર્થીઓ પલંગ પર સૂઈ રહ્યા. સંસ્થાના પ્રમુખ
હોવા છતાં કોઈ માગ નહીં, કોઈ જરૂરિયાત નહીં.

અને અગવડની કોઈ ફરિયાદ નહીં. તેઓ દરેક પરિસ્થિતિમાં સંતોષી હતા. ખરેખર સંતોષમાં જ સાચું સુખ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button