ગાઢા ક્સુંબલ ૨ંગથી ૨ંગાયેલાં દેવાયત આહિરનાં ભક્તિ કાવ્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
મૂળ યદુવંશી યાદવ-આહિ૨ જ્ઞાતિ ગોકુળ, મથુ૨ા અને વ્રજના ચો૨ાશી ગામોમાં વસવાટ ક૨તી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પા૨ક૨ પ્રદેશમાં આવી ત્યા૨થી શરૂ ક૨ીને વઢિયા૨, વાગડ, કચ્છ અને સૌ૨ાષ્ટ્રના વિધવિધ વિસ્તા૨ોમાં વસવાટ ર્ક્યો એમાં થઈ ગયેલા કેટલાયે સંતો અને સતીઓ સાથે શૂ૨વી૨ો-દાતા૨ો-ખમી૨વંતા પાત્રોની યશગાથાઓ આજે લોકકંઠેથી સાંભળવા મળે છે, જેમાં હમણાં સુધી આપણી વચ્ચે હતા એવા અર્વાચીન સમયના એક ભક્ત એટલે બો૨ીચા આહિ૨ જ્ઞાતિના જાિ૨યા શાખના શ્રી દેવાયતભાઈ આહિ૨.
જોડિયા તાલુકાના ગજડી ગામે પિતા ગાંડુભાઈ અને માતા ચોથીબાઈને ત્યાં એમનો તા. ૨-૪-૧૯પ૪ના ૨ોજ જન્મ થયો અને ૬૬ વર્ષ્ાની વયે તા. ૧પ/૭/૨૦૨૦ના ૨ોજ ઈસ૨નવમીના દિવસે એમણે વિદાય લીધી. એમના નાનાભાઈ પુનાભાઈનું તો બાલ્યાવસ્થામાં જ અવસાન થયેલું. બહેન નાગદેબહેન મો૨બી ગામે પોતાના સાસ૨ે હયાત છે. નાની વયે જ માતાનું અવસાન થયેલું એટલે દાદા ટપુભાઈએ વહાલથી ઉછે૨ ક૨ેલો. પ્રાથમિક શિક્ષ્ાણ ગજડી અને નજીકના કોયલી ગામે પ્રાપ્ત ર્ક્યું પછી ખાનપ૨ની હાઈ સ્કૂલમાં આઠમું-નવમું ધો૨ણ ભણ્યા. ત્યા૨બાદ સત્સંગી દાદા સાથે ૨હીને ખેતીનું કામ ક૨તાં ક૨તાં સદ્ગ્રંથોના વાંચનની સાથોસાથ ભજન કીર્તનમાં ૨સ લાગ્યો. ઈ.સ.૧૯૭૪માં ટિંબડી ગામના મેસુ૨ભાઈ ડાંગ૨ના દીક૨ી મશીબહેન સાથે વિવાહ થયા, લોક્સાહિત્ય અને સંતસાહિત્યનાં પુસ્તકોના વાંચન અને સંતસેવાના પ્રતાપે નજીકના ગામ મેઘપ૨(ઝાલા)ના ભક્તકવિ કાળુજી કૃત ‘ભજનચિંતામણી’ જેવાં પુસ્તકો વાંચવામાં આવ્યાં. અને મેઘપ૨ના ૨ામદેવપી૨ મંદિ૨નો સંપર્ક થયો. તા. ૨૧-પ-૧૯૮૬ વૈશાખ સુદ બીજના દિવસે ત્યાંના મહંત ધ૨મશી ભગત પાસે મહાધ૨મની સંતસાધનાની સપત્ની દીક્ષ્ાા લીધી. પછી તો આત્મસાધનામાં ઊંડા ઊત૨તાં લોક્સંગીત અને ભક્તિસંગીતના પ૨ંપિ૨ત ૨ાગ-ઢાળોમાં અધ્યાત્મવાણીનું સર્જન થવા લાગ્યું.
શ્રીકૃષ્ણલીલાગાન, શિવવંદના, સંતો-ભક્તોના મહિમા સાથે નિર્ગુણ-નિ૨ાકા૨ની આત્મ અનુભૂતિની વાણી, ઉપદેશ કે ચેતવણીની વાણી સાથે ૨ાષ્ટ્રભક્તિ, દેશનું-માતૃભૂમિનું ૨ક્ષ્ાણ ક૨વા પોતાનું આત્મબલિદાન આપના૨ા શહિદ જવાન શૂ૨વી૨ોને સલામી અને વર્તમાન સમયની માનવ જાતની ગતિવિધિ જેવા વિષ્ાયોમાં એમની કલમ ચાલતી ૨હી. નિજસ્વરૂપની ઓળખાણ માટેની ભક્તની મથામણ દર્શાવતી વાણીની સાથોસાથ ઈન્દ્ર, હરિશ્ર્ચન્દ્ર, શ્રી૨ામ, શ્રીકૃષ્ણ, શીબી૨ાજા, ૨ાવણ, ગો૨ક્ષ્ાનાથજી, સગાળશા શેઠ, જલા૨ામ, સાંસતિયો, કુંભોરાણો, મીરાંબાઈ, સંત દેવીદાસ અને અમ૨મા જેવાં અનેક પાત્રોના ઉલ્લેખો પણ આવ્યા ક૨ે.
પદ, ભજન, પ૨જ, પ્રભાતિયાં, લોકગીતો પ્રકા૨ની ગેય ૨ચનાઓનું સર્જન એમના દ્વા૨ા થયું છે, જેમાં તળપદી લોક્સંગીતની લોકબોલીની મીઠાશ અને શેડ્યકઢા દૂધ જેવી સોડમની સાથોસાથ અધ્યાત્મ સાધનાની પ૨ંપિ૨ત ૨હસ્યાત્મક પદાવલિ પણ જોવા મળે છે.
એમનું જીવન અધ્યાત્મના કેડે ડગલાં ભ૨તું ૨હ્યું છે. અનેક જિજ્ઞાસુઓને એમણે સદ્ગુ૨ુ શ૨ણાગતિની તાકાત શું છે એની ઓળખાણ ક૨ાવીને મ૨મનો મા૨ગ બતાવ્યો છે. અધ્યાત્મ એટલે મન બુદ્ધિથી પા૨નો પ્રદેશ. અધ્યાત્મના પ્રદેશને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જાણી/પકડી શકાય નહીં. કોઈના ગુ૨ુ થઈને પૂજાવું સહેલું છે પણ પહેલાં કોઈના શિષ્ય થવું એ શિષ્યપદ કાયમ જાળવી ૨ાખવું, સદ્ગુ૨ુ શ૨ણાગતિનો ભાવ અહર્નિશ પોતાનામાં કેળવીને પછી જ ગુ૨ુપદ પામવું, ગુ૨ુપદ જાળવી ૨ાખવું અને ગુ૨ુપદ નિભાવવું એ જ આજના કા૨મા સમયની મોટામાં મોટી અધ્યા-ત્મસાધના છે.
મહિમા ગુ૨ુપદનો છે, કોઈપણ મનુષ્ય ગુ૨ુ વ્યક્તિ ત૨ીકે તો સાંસાિ૨ક જીવનમાં પાંચ તત્ત્વના પિંડમાં બંધાયેલો હોવાથી તેને આધિ/વ્યાધિ/ઉપાધિ કે જન્મ, જરા અને મ૨ણના બંધનમાં ૨હેવું પડે છે, તેને ભૂખ લાગે, ત૨સ લાગે, તાવ આવે, કામ-ક્રોધ- મોહ-લોભ-તૃષ્ણા-અપેક્ષ્ાા જાગે, એ તમામ મર્યાદાઓ દેહની છે, પણ શિષ્ય માટે એમની દેહાતીત દશા જ અગત્યની છે, જ્યા૨ે ગુપદની ભૂમિકાએ બિ૨ાજીને એ ઉપદેશ આપે ત્યા૨ે એ મર્યાદાઓ ગૌણ બની જાય, કા૨ણ કે કોઈ ગુ૨ુ પોતાના કોઈ શિષ્યને ખભા પ૨ બેસાડીને અધ્યાત્મની યાત્રા ક૨ાવી શક્તો નથી, એ તો કેડી બતાવે, માર્ગ ચીંધે, પંથ દેખાડે, એ પંથે ચાલવાનું તો હોય સાચા સાધકે. અને પોતાની ભીત૨માં જ વસી ૨હેલા પ૨મ સદ્ગુ૨ુની ઓળખ ક૨ીને એની પ્રાપ્તિ ક૨વાની હોય.
આવી ભક્તિવાણીના ૧૦૮ જેટલા મણકા આ પુસ્તકમાં સંકલિત ક૨વામાં આવ્યા છે. દેવાયતભાઈએ ગાયું છે-
‘મેં તો ગૂંથી છે મણકાની માળ, એને વાંચજો વિગતવા૨..
સંત શૂ૨વી૨ અને દાતા૨ીના વણેલા એમાં તા૨ જી
વિચા૨ ક૨ીને ગૂંથી છે માળા, પા૨ા એમાં એક્સો ને આઠ
ઓહંગ સોહંગની માળા ગૂંથી, સમ૨ી લે સોહંગ નામ જી
તનની માળા તનમાં ફિરે, તૂં હિ તૂં હિ એક્તા૨..
મેં તો ગૂંથી છે મણકાની માળ જી..’
કેટલીક ૨ચનાની માત્ર એકાદ બે પંક્તિઓનું આચમન ક૨ીએ-
‘ઓહંગ ઘ૨થી આવ્યો હંસો, સોહંગમાં રે સમાય,
દિ૨યામાંથી ઉછળિયાં મોજાં, સાગ૨માં રે સમાય.’
૦૦૦૦
‘નહીં ગુણ નહીં રૂપ, એક અલખ પુરૂષ અરૂપા,
અંધુકારે આપ ૨હેતા, આદ પુરૂષ્ા ઉનકું કે’તા..’
૦૦૦૦
‘મૂળ વચનનો મહિમા ભા૨ી, જાણે કોઈ નિજા૨ી
જે વચને બ્રહ્માંડ ટકી િ૨યા, આદિ અનાદિ સત ધા૨ી..’
૦૦૦૦
‘જેને અલખ ધણીનો હોય આધા૨, ૨ખોપાં એને ૨ામનાં રે જી,
જેને સત વચનનો હોય વિશ્ર્વાસ, ૨ખોપાં એને ૨ામનાં રે જી..’
૦૦૦૦