મનોરંજનસ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડ છે કોણ, તસવીરો વાઈરલ?

મુંબઈ: ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચવાળી ટેસ્ટ સીરિઝમાં પોતાના પેરફોર્મન્સથી ટીમ ઈન્ડિયાને મોટી લીડ અપાવનાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)નું નામ ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારનાર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal girlfriend) સાથે એક યુવતીની તસવીર વાઇરલ જોરદાર થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર ઓપનર સાથે જોવા મળતી આ છોકરી તેની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે.

ટેસ્ટ, ટી-20 અને ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)માં પોતાની તાબડતોડ બેટિંગને લીધે ચર્ચામાં આવેલા યશસ્વી જયસ્વાલ હવે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડને લઈને ફરી ટ્રેન્ડમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર મૈડી હેમિલ્ટન નામની એક યુવતી સાથે જયસ્વાલની તસવીર વાઇરલ થઈ રહી છે. જયસ્વાલ સાથે જોવા મળતી આ છોકરી તેની ગર્લફ્રેન્ડ છે એ વાતની ચર્ચાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. જોકે જયસ્વાલે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં મૈડી હેમિલ્ટન પણ સ્ટેન્ડમાં બેસેલી જોવા મળી હતી અને મૈડી જયસ્વાલને સપોર્ટ કરી રહી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વાતને લઈને મૈડી અને જયસ્વાલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતને વેગ મળ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ ત્રણ વર્ષથી મૈડી સાથે રિલેશનમાં છે અને આઇપીએલ વખતે પણ મૈડી જયસ્વાલને ચીયર-અપ કરતી જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં બંને રિલેશનમાં હોવાની અફવા અને ચર્ચાએ સોશિયલ મીડિયા પર સવાલો અને થિયરીની સુનામી લાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button