રવિના ટંડનને દીકરી રાશાને બૉલીવૂડ ડેબ્યુ પહેલા આપી આ ખાસ સલાહ
મુંબઈ: બૉલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. ડેબ્યુ પહેલા રવિનાએ દીકરી રાશાને એક મહત્ત્વની સલાહ આપી છે. રાશા બૉલીવૂડમાં પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં આવી છે.
ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મથી રાશા પોતાનું ઍક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવિનાને તેની દીકરી રાશાના ડેબ્યુ વિશે સવાલ કરવામાં આવ્યો હતો અને તે રાશાને શું સલાહ આપવા માગે છે એ બાબતે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. રાશાની પહેલી ફિલ્મની નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
આ બાબતે રવિનાએ કહ્યું હતું કે પોતાના બાળકોને પડવાની, ઉઠવાની અને પોતાની જાતે ચાલવા દેવું જોઈએ જેથી તેઓ પોતાની મેળે જ મજબૂત બનતા શીખે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર્શક અને કન્ટેન્ટ જ રાજા હોય છે. આપણે સખત મહેનત કરવાની સાથે પ્રતિભાશાળી અને ઈમાનદાર પણ રહેવું જોઈએ.
તાજેતરમાં વેબ સીરીઝ ‘કર્મા કૉલિંગ’માં રવિનાના પેરફોર્મન્સને લોકોએ બિરદાવી છે. રવિનાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે અને રાશા સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને રવિનાના મિત્રોએ અને ચાહકોએ રાશા રવિનાની કાર્બન છે એવું કહી વખાણ કર્યા હતા.