નેશનલ

Manali ફરવા જવાનો પ્લાન હોય તો એક મિનિટ! ભારે Snow Fallને કારણે 500 રસ્તા બંધ, 5 દિવસથી અંધારપટ

શિમલા: જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશમાં જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે હિમવર્ષા આખરે જોરદાર રીતે થઈ રહી છે. ભારે Snow Fallને કારણે અસરગ્રસ્ત વિસ્તારો થીજી ગયા છે. હિમવર્ષાને કારણે હિમાચલના 518 રસ્તાઓ અને 4 નેશનલ હાઇવે બંધ છે.

હિમવર્ષા (himachal road status today live)ના કારણે રાજ્યમાં વીજળી અને પીવાના પાણીના પુરવઠાને પણ અસર થઈ રહી છે. 478 પાવર ટ્રાન્સફોર્મર ડાઉન છે જ્યારે 57 પીવાના પાણીના પ્રોજેક્ટને અસર થઈ છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે.

રવિવારે ગાઢ ધુમ્મસના કારણે સમગ્ર રાજ્યમાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. રાજધાની શિમલાથી અપર હિમાચલ તરફ જતા મુખ્ય રસ્તાઓ બંધ છે. જ્યારે NH-5, NH-705, સ્ટેટ હાઇવે-8 અને સ્ટેટ હાઇવે-13 સ્લિપેજને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે, રાજધાની પ્રદેશના તમામ રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા છે. મનાલીની વાત કરીએ તો મનાલીમાં ફરી એકવાર ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

મનાલીમાં ભારે હિમવર્ષાને (Manali weather) કારણે ઘણા રસ્તાઓ અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય 5 દિવસથી ખોરવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહ્યો છે. ભારે હિમવર્ષાના કારણે વીજળી વિભાગના કર્મચારીઓ ફરીથી પાવર શરૂ કરવામાં મથી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ભારે હિમવર્ષા પણ વિદ્યુત કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા છે અને પાવર સપ્લાય રિસ્ટોર કરવા મથી રહ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યના ઊંચાઈ વાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે.

છેલ્લા 24 કલાકના આંકડાઓની જો વાત કરવામાં આવે તો કલ્પામાં 5.6 સેમી, ભરમૌરમાં 5.0 સેમી, કેલોંગમાં 3.0 સેમી, કુફરીમાં 2.0 સેમી, સાંગલામાં 1 સેમી, પૂહમાં 1 સેમી હિમવર્ષા નોંધાઈ છે. શિમલા જિલ્લામાં 161 રસ્તાઓ પર લપસવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષાને કારણે 157 રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકી પડ્યો છે. એકંદરે, ભારે હિમવર્ષાને કારણે, શિમલા સહિત હિમાચલના ઘણા જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button