ટ્રેડિશનલ અંદાજમાં તસવીર શેર કરીને અભિનેત્રીએ પૂછ્યું લગ્ન કરી લઉં? યુઝર્સે આપ્યું આવું રિએક્શન!
બોલીવુડની ટેલેન્ટેડ અને બિન્દાસ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હોય છે. તેમના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર વિવિધ ઇન્ટરએક્ટિવ સેશન વડે તે તેના પ્રશંસકોના સંપર્કમાં પણ રહેતી હોય છે. હાલમાં જ એક પેસ્ટલ રંગના સુંદર અનારકલીમાં તેણે પોતાની તસવીર શેર કરી હતી, અને ચાહકોને પૂછ્યું હતું કે તે સુંદર લાગી રહી છે કે કેમ? શું તેણે લગ્ન કરી લેવા જોઇએ?
જો કે શ્રદ્ધાના આ સવાલના જવાબમાં યુઝર્સે અલગ અલગ રિએક્શન્સ આપ્યા હતા. અભિનેત્રીને એક યુઝરે વળતો સવાલ પૂછ્યો, “શું તમને દુલ્હો મળી ગયો?” અન્ય એક યુઝરે પૂછ્યું, “કોની સાથે કરશો?” વધુ એક યુઝરે લખ્યું હતું કે, “મારા તરફથી તમારી માટે હા છે!” ઘણા ચાહકોએ શ્રદ્ધાના લગ્ન માટે તેઓ ઉત્સાહિત હોવાનું પણ જણાવ્યું હતું.
શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં પેસ્ટલ અનારકલી સાથે હેવી ઇયરિંગ્સ અને નાનકડી બિંદી સાથે પોઝ આપ્યો છે. તે આ લુકમાં બેહદ સુંદર લાગી રહી છે. યુઝર્સ તેના લુક પર તો ફિદા થઇ જ રહ્યા છે, સાથે સાથે તેને કોઇ મળી ગયું હોવાની પણ અટકળો લગાવી રહ્યા છે. જો કે શ્રદ્ધાએ આવું કેપશન મુકીને કોઇ હિન્ટ આપી છે કે કેમ તે તો જાણવું રહ્યું.