આમિર ખાનની દીકરીએ હવે કરી મોટી જાહેરાત, મીડિયામાં ચર્ચા
મુંબઈ : બૉલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાનની દીકરી આયરા ખાને નુપુર શેખર સાથે ત્રણ જાન્યુઆરીએ લગ્ન ગાઠ બાંધી હતી. લગ્ન બાદ ચર્ચામાં આવેલા આયરા અને નુપુરના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયા હતા. તાજેતરમાં આયરાએ સોશિયલ મીડિયા પર નવો વીડિયો પોસ્ટ કરી મોટી જાહેરાત કરી છે.
પોસ્ટ કરેલા વીડિયોમાં આયરાએ લોકો પાસેથી તેમના જીવનમાં આવતા મુશ્કેલ ચેલેન્જ અને અનુભવો વિશે સવાલ કર્યો છે. તેમ જ આયરાએ તેના જીવનની અનેક વાતો પણ લોકોને જણાવી હતી. આયરા એ કહ્યું હતું કે હું ક્યારેક કોઈ બાઉન્ડરી સેટ નથી કરી શકી.
આયરાએ ઇનસ્ટાગ્રામ પર ‘Challenges youv’ve faced with boundries?’નો એક સવાલ સાથે એક સ્ટોરી પોસ્ટ કરી છે. આયરાએ વીડિયોમાં કહ્યું હતું કે મારે એક ફની વીડિયો અપલોડ કરવી હતી પણ હું જ્યારે મરી જઈશ ત્યારે મારી કબર પર લખ્યું હશે કે હું ‘પીપલ પ્લીઝર છું’. એવું મારા મિત્રએ મને કહ્યું હતું.
મને એક ઇંચ વાળ કાપવા છે એવું હું મારા હેર સ્ટાઇલિસ્ટને પણ કહીં શકતી નથી. એટલે હું તેમે જીવનમાં બાઉન્ડરી સેટ કર્યા પછી કેવા પ્રકારના પડાવો અનુભવો છો એ વિશે જાણવા માગું છું, એવું આયરાએ તેની સ્ટોરીમાં કહ્યું હતું.
આયરાએ જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે એક પોડકાસ્ટ શરૂ કરવાની છે એટલે તે આ બાબતે લોકોનો મત જાણવા માગે છે. જો તમને પણ કોઈ આ પ્રકારની મુશ્કેલીની સામનો કરવો પડ્યો છે, મારી કોઈ સીમિત લાઇન અને સ્ટ્રગલ નથી એટલે મને આ બાબતે જરૂર જણાવજો એવું આયરાએ લોકોને નિવેદન કર્યું હતું.