વિશાખાપટ્ટનમઃ ઘરઆંગણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમના બોલરોએ અંગ્રેજ બેટસમેન્સ પર ધાક જમાવવામાં સફળ રહ્યા હતા, જેમાં જસપ્રીત બુમરાહ અને કુલદીવ યાદવ વિશેષ સફળ રહ્યા હતા. બુમરાહે પહેલી ટેસ્ટના માફક બીજી ટેસ્ટમાં પણ ઘાતક બોલિંગ કરી મહત્ત્વના બેટરની વિકેટ ઝડપવાને કારણે ચર્ચામાં રહ્યો છે. પહેલી ટેસ્ટમાં ઝળકેલા ઓપનર બેટર ઓલિવર જ્હોન ડગલાસ પોપને ગઈકાલે સસ્તામાં ઘરભેગો કર્યો હતો. આજની મેચમાં બુમરાહે અડધી ટીમને ઘર ભેગી કરી હતી.
બુમરહની શાનદાર બોલિંગની તારીફ કર્યા વિના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર રહી શક્યા નહોતા અને એમની પ્રતિક્રિયા પણ ખૂબ વાયરલ થઇ હતી. સચિન તેંડુલકરે ટ્વીટ લખીને બુમરહની ગુજરાતીમાં પ્રશંસા કરી હતી.
શું વાત 6, બુમરાહ ભાઈ, મઝા આવી ગઈ! સચિને શોર્ટમાં લખ્યું હતું પણ સચિન પણ બુમરાહની 6 વિકેટથી ખુશ થઈ ગયો હતો.
અલબત્ત, ગઈકાલે સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના ધુરંધર બોલર જસપ્રીત બુમરાહે ઓલી પોપને ક્લીન બોલ્ડ કરીને તરખાટ મચાવી દીધો હતો. બુમરાહે તેની ઘાતક બોલિંગથી તરખાટ મચાવીને મહત્ત્વની છ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના પોપ, બેન સ્ટોક્સ, જો રુટ, બેરસ્ટો, ટોમ હાર્ટલી અને એન્ડરસનની વિકેટ ઝડપી હતી. જોકે અગાઉ ઓલી પોપને ઝીરોના સ્કોરે સ્ટમ્પિંગનો ચાન્સ ગુમાવતા જીવતદાન મળ્યું હતું, પરંતુ બુમરાહે તેની તક ઝડપીને ક્લિન બોલ્ડ કરી નાખ્યો હતો.
ઓલી પોપને 23 રનના સ્કોરે પેવેલિયન ભેગો કરવામાં બુમરાહે ઝડપેલી વિકેટની કમાલ હતી. સોશિયલ મીડિયા પર બુમરાહે ઝડપેલી વિકેટની ચર્ચા રહી હતી. બુમરાહે ફેંકેલા ખતરનાક બોલની સ્પીડ હતી કે બોલ બહારની દિશામાં ફેંકીને સીધો અંદર ગયો હતો કે બેટરને ખબર પડી નહોતી. એટલું જ નહીં, ક્લિન બોલ્ડ થવાથી ત્રણેય સ્ટમ્પ પડી ગઈ હતી, જ્યારે લેગ સ્ટમ્પ તો હવામાં ઊડીને બે મીટર દૂર બહાર ફંગોળાઈ હતી. બુમરાહ વિકેટને જોઈને પોપ પણ દંગ રહી ગયો હતો.
ઇંગ્લેન્ડની બેટિંગમાં 28મી ઓવર બુમરાહે લીધી ત્યારે સ્ટ્રાઈકમાં ઓલી પોપ હતો. બુમરાહે ત્રણ બોલ ખાલી ફેંક્યા હતા, જ્યારે ચોથા બોલમાં બે રન લીધા હતા, પણ પાચંમો બોલ એકદમ ઘાતક રહ્યો હતો. પાંચમા બોલમાં ક્લિન બોલ્ડ કરીને તરખાટ મચાવી દીધો હતો. બુમરાહે પાંચમો બોલ ઓફ સ્ટમ્પના બે મીટર બહાર ગયો હતો, પરિણાણે ઓલી પોપની મિડિલ અને લેગ સ્ટમ્પ હવામાં ઉડીને ફંગોળાઈ ગઈ હતી. ચોથી વિકેટ પડ્યા પછી તબક્કાવાર ઇંગ્લેન્ડે વિકેટ ગુમાવતા દબાણમાં આવ્યું હતું. 15.5 ઓવરમાં પાંચ મેડન ફેંકીને 45 રન આપીને 6 વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટના પહેલી ઇનિંગ્સમાં ટીમ ઈન્ડિયાએ દસ વિકેટે 396 રન બનાવ્યા હતા.