ઉત્સવ

ડિવાઈન લાઈટ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

ડિવાઈન લાઈટ સેન્ટરના ગુરુ, મોટિવેશનલ સ્પીકર અને ફિલોસોફીના પ્રોફેસર ડો.મનોહર શુકલે અધ્યાત્મિક ક્ષેત્રે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ૭૦વર્ષીય આ ગુરૂજી ખાસ કરીને યુવાવર્ગને મેડિટેશનની તાલીમ આપે છે.

આજે ગુરૂજી મુંબઈની એક મલ્ટિકેર હૉસ્પિટલમાં સ્પેશિયલ કેર યુનિટમાં સારવાર લઈ રહ્યા છે. ન્યુરોસર્જન ડો.રાજેશ ગુપ્તાએ ચાર દિવસ પહેલાં જ તેમનું બ્રેઈનટ્યુમરનું ઓપરેશન કર્યું હતું. જુનિયર ડોકટરો, નર્સનો સ્ટાફ અને ડે-નાઈટ એટેડંટ ગુરૂજીની વિશેષ કાળજી રાખે છે.

જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ગુરૂજી ભવની ભૂતાવળમાં ભટકતા અસંબદ્ધ લવારા કર્યા કરતા હતા. આવી સ્થિતિમાં તેમનો પટ્ટશિષ્ય મુકેશ શ્રીવાસ્તવ ખડે પગે ગુરૂજીની સેવા કરી રહ્યો હતો.
એક સમયના વિદ્વાન પ્રોફેસર અને મોટિવેશનલ ગુરુજીએ નિ:સહાય થઈ ગયા હોય તેમ મુકેશને કહ્યું- હવે મારો કોઈ ભરોસો નથી, આપણું ડિવાઈન લાઈટ સેન્ટર તારે સંભાળવાનું છે. સમજયો?
ગુરૂજી, આપ જલદી સાજા થઈ જશો. સેન્ટરમાં ફરી તમારી વાણી ગૂંજશે. સેન્ટરમાં દરરોજ તમારો વીડિયો બતાવવામાં આવે છે. ગુરૂજી, આપ જલદીથી સાજા થઈ જાઓ, એવી પ્રાર્થના બધા કરી રહ્યા છે. મુકેશે આર્દ્રભાવે કહ્યું.

હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત- મને મારા વહાલા કાનાની વાંસળી સંભળાય છે. જો, મારો ગોવિંદ મને બોલાવે છે.ગુરૂજી ત્રુટક ત્રુટક સ્વરમાં બોલ્યા.

ગુરૂજી આપ આરામ કરો. ડોકટરે તમને વધુ બોલવાની, ચિંતા કરવાની કે ઊંડા વિચારો કરવાની ના પાડી છે. આપની દવા લેવાનો સમય થયો છે, દવા લઈને આપ સૂઈ જાઓ, મુકેશે આજીજી કરતાં કહ્યું. ગુરુજી ફિક્કું હસ્યા. ત્યાં જ શરીરમાં કંપારી આવવા લાગી, આંખો ચકળવકળ થવા લાગી. મુકેશે નર્સ એટેન્ડન્ટ માટે બેલ વગાડી. હેડનર્સે આવીને બી.પી ચેક કર્યું. ચાર્ટ પર નજર કરીને દવા આપી. જુનિયર ડોકટરે તપાસીને કહ્યું- મૈં ડો.રાજેશ કો બુલાતા હૂં. યે દવાસે વો સો જાયેંગે.

મુકેશ તો બેબાકળો બની ગુરૂજી ભણી તાકી રહ્યો.થોડી વાર પછી ગુરૂજીના માથે હાથ મૂકીને મંત્ર બોલવા લાગ્યો.

ઓમ ત્ર્યબકં યજામહે સુગંધી પુષ્ટિ વર્ધનમ,—–
ત્યાં જ રાધેગુરુમા શિવમંદિરની પૂજાના બીલી-પુષ્પ લઈને આવ્યાં. મુકેશ, ડોકટર આવી ગયા? એમણે શું કહ્યું? ગુરુમાએ સચિંત થતા પૂછયું. ડોકટરને બોલાવ્યા છે. મુકેશે કહ્યું.

ગુરૂજીએ જરા આંખ ઊંચી કરી પછી ગુરૂમા સામું તાકી રહ્યા,
બેબાકળી નજરે જોતા બોલ્યા:- મુકેશ, આ સ્ત્રી કોણ છે, તે અહીં કેમ આવી છે? ગુરૂજી, આપ આ શું કહો છો, આ તો રાધેગુરુમા છે. એ તમારી સેવા કરે છે.મુકેશે કહ્યું.

કોણ ગુરૂમા?, મને ન ખપે પરસ્ત્રીનો સ્પર્શ- કહેતા ગુરુજી પડખું ફરી ગયા. ગુરુજી, ગુરૂમા પરસ્ત્રી નથી. મુકેશે કહ્યું.

હું આપની સેવા કરવા આવી છું. ગુરુમા આંસુ સારતા બોલ્યાં. તું મારી પત્ની નથી, મારી ઉપેક્ષા કરી ભટકતો કરી દેનાર તું છે. મને ગૃહત્યાગ કરવા મજબૂર કરનાર પણ, તું જ છે. મારે તારા પ્રેમની ભીખ નથી જોઈતી. મેં સંસારનો ત્યાગ કર્યો છે. મારી કોઈ પત્ની નથી. મારું ડિવાઈન સેંટર જ મારું ઘર. દૂર થઈ જા મારી નજરથી. ગુરુજી અકળાઈને બોલ્યા.

નજીકની ખુરશીમાં બેસી ગુરૂમા આંસુ સારવા લાગ્યાં. હાથમાંના બીલી-ફૂલ ભાવથી પતિના ઓશિકા પાસે મૂક્યા.

ગુરુમા તમે દુ:ખ ન લગાડો, ગંભીર માંદગીને કારણે ગુરુજી આવું બોલે છે. મુકેશે કહ્યું. પછી ગુરૂજી તરફ ફરતાં કહ્યું-ગુરુજી, આ ગ્લુકોઝનું થોડું પાણી લો, તમને સારું લાગશે.
ગુરુમા આંખ બંધ કરીને ઉપેક્ષા અને અપમાનના ઘૂંટડા ગળી રહ્યા હતા. તેમની નજર સામે ૪૦વર્ષના એક વિદ્વાન પ્રોફેસર પતિનો હસતો ચહેરો ઊપસી આવ્યો. વિદ્યાર્થીઓમાં પ્રિય એવા ડો.શુકલ બધાના પ્રિય સર ગણાતા. અધ્યાત્મ અને વેદાંતનું તત્ત્વજ્ઞાન ભણાવતા ડો.શુકલ પતંજલિયોગનો ગહન અભ્યાસમાં ડૂબી ગયા હતા. એના વિષે સંશોધન કરવા લાગ્યા. યોગસાધના માટે ઘરની નજીક ડિવાઈન લાઈટ સેન્ટર શરૂ કર્યું.

પછી પ્રોફેસરને કોલેજમાં ભણાવવા કરતાં યોગસાધનામાં જ આનંદ આવતો હતો. એ ધીખતી કમાણી છોડીને સાધક બની ગયા.

અહાહા, ડિવાઈન સેન્ટરમાં પ્રેરણાત્મક પ્રવચન આપે ત્યારે બધાને તેમનું ત્રુષિતુલ્ય રૂપ જોવા મળે. એમના બોધદાયક વચનમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય. જયારે સાધકોને મેડિટેશન કરાવે ત્યારે સાધકોને કોઈ અદ્ભુત શાંતિનો અનુભવ થાય.

ગુરુમાની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. સુખી દાંપત્યજીવનના મધુર દિવસો, લગ્નજીવનના દસવર્ષ પછી પણ સંતાનવિહોણું ઘર અને સંસારથી અલગારી બની ગયેલા આ સાધુપુરૂષ જે મારી સામું પણ જોતા નહીં. યોગલીલામાં રાચતા પતિ ધીરેધીરે બ્રહ્માંધ્ર અવસ્થાએ પહોંચવા ઘણી વાર એકાંતવાસમાં રહેતા.

ઈંદ્રિયદમનની અવળી અસરમાં ક્યારેક ન સમજાય એવા લવારો કરતા- ક્યારેક હસ્યા કરતા તો ક્યારેક નાચવા લાગતા.

ગુરુમા, જુઓ આ મોટા ડોકટર આવ્યા છે. મુકેશે કહ્યું.

ડોકટર પ્લીઝ, મારા પતિને સાજા કરી દો. જુઓ, એ પોતાની પત્નીને પણ ઓળખતા નથી. ગુરૂમાએ કરગરતાં કહ્યું.
તમે શાંત થાઓ. ઓપરેશન સારી રીતે થયું છે, પણ એ રીસપોન્ડ નથી કરતા. મેન્ટલ સ્ટ્રેસને કારણે આ થયું છે. અમારી આખી ટીમ પેશન્ટનું ધ્યાન રાખે છે. તમે હિંમત રાખો. ડો.રાજેશે ગુરુમાને કહ્યું.

પણ, હું એમની પત્ની, એ મને પણ ઓળખતા નથી. સેન્ટર શરૂ કર્યું, મોટા સાધક થયા. પ્રોફેસરની મોટી નોકરી છોડી દીધી. પગાર આવતો બંધ થયો અને સેન્ટરની એટલી આવક નથી. મેડિટેશન કરવા આવનારા લોકો વાહ, વાહ, તો ખૂબ કરે છે, પણ એમના હાથમાંથી પૈસા
છૂટતા નથી. ડોકટર સાહેબ, એમને પૈસાનું ટેન્શન થઈ ગયું છે. ગુરૂમાએ કહ્યું.

ગુરૂમા એની વ્યવસ્થા થઈ ગઈ છે, આપ શાંત રહો. મુકેશે કહ્યું.

મુકેશે ગુરૂજીનાં વચનો યાદ કરતા કહ્યું- ગુરુમા, મને આપનો પુત્ર ગણો છો ને?, હું તમારી સાથે જ છું. હમણાં ઈંજેકશન આપ્યું છે, ગુરુજી શાંતિથી સૂતા છે. આપ જરા ય ચિંતા ન કરો.
મુકેશે ગુરુજી માટે પ્રાર્થના કરતા કહ્યું- હે જગનિયંતા આપ આત્મામાં ચૈતન્યરૂપે રહેલા છો, તમે જ આદિ-મધ્ય અને અંત સ્વરૂપે છો.મારા ગુરૂજીના પ્રાણની રક્ષા કરો.ગુરૂજી કહે છે કે ધ્યાનશક્તિ આપણી ભીતર રહેલા ઐશ્ર્વર્યને જગાડે છે.મારા ગુરૂજીના પ્રાણની રક્ષા કરો. હે,પ્રભુ એમની ડિવાઈન લાઈટને જાગૃત કરો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…