ઉત્સવ

તારી કલા જોઇને મારી આંખો ધરાતી નથી

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

દેશ ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક બન્યો તેના અમૃત કાલની ઉજવણી આપણે સહુએ કરી. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્ય દ્વારા પ્રજાસત્તાક દિને બેનમૂન ટેબ્લોનું નવી દિલ્હીના “કર્તવ્ય પથ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે “ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે પીપલ્સ ચોઈસની એવોર્ડ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ઞગઝઠઘ ના “બેસ્ટ વિલેજની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી વિશ્ર્વની અજોડ કલા રોગાન સહિતની અન્ય કલા-સંસ્કૃતિના નમુના ઉપરાંત સરહદી પ્રવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા, ઞગઊજઈઘ માં ઈંઈઇં નો દરજજો પ્રાપ્ત કરી ચૂકેલા “ગરબા તેમજ આ ગરબા સાથે હલકદાર અને મીઠા અવાજે રજૂ થયેલા પરંપરાગત કચ્છી ગીત “રાણો અચીંધો રાજ મેં ભેંણું સહિતના આકર્ષણોએ આ ટેબ્લો સંદર્ભે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

બરાબર ત્યારે જ ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા મુંબઈ, ભરૂચ અને ત્યાર બાદ ભુજ ખાતે દિલધડક એર શો રજૂ કરવામાં આવ્યો હતો. આ ટીમને એર શો દરમિયાન માધાપરનાં રોગાન આર્ટિસ્ટ આશિષભાઈ કંસારાએ બનાવેલી રોગાન કલાની ફ્રેમ ભેટમાં આપી અનોખી રીતે નવાજ્યા હતા. આ કદર હતી; એક કલાકારથી બીજા કરતબીઓ માટેની. રોગાનની આ અદ્ભુત કારીગરી જોઈ ભારતીય વાયુ સેનાનીઓ તો અભિભૂત બની ગયા.

ભાવાનુવાદ: ડેસ છિવીસમીજો પ્રજાસત્તાક ભન્યો તેંજે અમરત કાલજી ઉજ઼વણી પાં મિડ઼ે કિઇ. હર વરે જેડ઼ો હિન વરે પ ગુજરાત રાજ્ય ભરાં તૈયાર કરલ પ્રજાસત્તાક ડીંજો બેનમૂન ટેબ્લોજો નઇ દિલ્હીજે “કર્તવ્ય પથ તાંનું પ્રિદર્શન કરેમેં આયો હો. હિન વરે “ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ જે વિષય આધારે રજૂ થેલ ગુજરાતજો ટેબ્લો ઇનજી ગ઼ચ ખાસિયતજે લીધે પીપલ્સ ચોઈસ એવોર્ડજી કેટેગરીમેં પેલો નિમર હાંસલ કરે આય. ઞગઝઠઘ જે “બેસ્ટ વિલેજજી યાધિમેં સામેલ થેલ ધોરડ઼ો નેં કચ્છી વિશ્ર્વજી અજોડ઼ કલા રોગાન સમેત બિઇ કલા-સંસ્કૃતિજા નમૂને સિવા સરહદી પ્રિવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા, ઞગઊજઈઘ મેં ઈંઈઇં જો દરજજો મેડ઼વીંધલ “ગરબા તીં ગુરબે ભેરો મિઠે અવાજમેં રજૂ થેલ પરંપરાગત કચ્છી ગીત “રાણો અચીંધો રાજ મેં ભેંણું જેડ઼ા મોડેલ હિન ટેબ્લોજી બાબતેં માડૂએંમેં આકર્ષણ જમાયોં હો. નેં હુન જ઼ ડીંએ ભુજજે એરફોર્સ સ્ટેસનતે ભારતીય વાયુસેનાજી સૂર્યકિરણ ટીમ મુંભઈ, ભરૂચ નેં છેલ્લે ભુજ ખાતે દિલધડક એર શો રજૂ કરેં વે. હિન ટીમકે ‘એર શો’ ટાણે માધાપરજા રોગાન આર્ટિસ્ટ આશિષભાઈ કંસારા પિંઢે તૈયાર કરલ રોગાનજી ફ્રેમ ભેટમેં ડિઇ અજુઇ રીતેં નવાજ્યો હો. હી કધર હુઇ; હિકડ઼ે કલાકારનું બ્યે કરતબીજી! રોગાનજી હિન બેનમૂન કારીગરી ન્યારે ભારતીય વાયુ સેનાની ત અભિભૂત ભનિ વ્યા વા.

સૂરજ-ચંધર, તારા-નખતર, તારેં ભરઈ રાતડ઼ી,
તોજી કલા ડિસીને, અખિયું મૂંજ્યું ધ્રાંઈએં નત્યું.

રોગાન આર્ટિસ્ટ દંપતી આશિષભાઈ અને તેમના પત્નીને મળ્યા પછી એવું લાગે કે જાણે કારાણીબાપાએ આપેલી ઉપરોક્ત કચ્છી પંક્તિઓ એના માટે જ રચી હશે! પંક્તિઓ સૂચવે છે કે, ‘સૂરજ- ચંદ્ર, તારા- નક્ષત્ર, તારાઓથી ભરેલી રાત, ઓ કોમલ! તારી કળા જોઈને મારી આંખો ધરાતી નથી.’ એરંડાના રંગબેરંગી ઘટ્ટ તેલ સાથે એમની આંગળીઓ કાપડ પર જે કામણ પાથરે છે તે ખરેખર અદ્ભુત છે. કોમલબેન તો રોગાન બ્લોક પ્રિન્ટિંગ પણ બખૂબી કરી લે છે અને એમનો ૧૨ વર્ષનો દીકરો પણ ક્યારેક આવાં ચિત્રો બનાવતો હોય છે.

હમણાં થોડા સમય પહેલાં આશિષભાઈના ઘરે ભારતીય મૂળના વિદેશી મનીષ જૈનની બે દીકરીઓ સાત સમંદર પાર કરીને રોગાન કળાની તાલીમ લેવા આવી હતી. છેક અમેરિકાથી આવેલી આ બે દીકરીઓની વાત કદાચ પ્રોત્સાહક સાબિત થાય તેમ માનું છું. એ દીકરીઓ સારી રીતે તાલીમ પૂર્ણ કરી શકે તે માટે એના માબાપ પણ સાથે આવ્યાં. ગણતરી એવી માંડી હતી કે દીકરીઓ તાલીમ શીખી ન લે ત્યાં સુધી જવું નહીં. અને એ જ શરતે લગાતાર ત્રણ દિવસ સુધી બાળકીઓએ મન લગાવીને કલાની સાધના કરી. કોલેજ ભણતી આ દીકરીઓના ખંતની પૂર્તિ માટે તેમના માબાપ ખાસ ભારત આવ્યા, પોતાનું વ્યવસાયિક કામ મોબાઈલ કે લેપટોપથી આટોપી શકે એવી વ્યવસ્થાથી નિભાવ્યું. આજે વાલી સંતાન પર પોતાની ઈચ્છાઓ થોપી દેતા હોય છે, અને બાળકો મશીન બની એમાં જોતરાઈ જતા હોય છે. સામે પક્ષે આ દીકરીઓ જેવા કળા પ્રત્યે પ્રેમ, સમર્પણ અને શિસ્તના દાખલા ‘જેનઝી’ (આજની નવી પેઢી)માં પણ ખૂટે છે. ત્યારે હું માનું છું કે આ ઉદાહરણ એ દરેક વાલીઓ અને સંતાનો માટે પ્રોત્સાહક
સાબિત થશે.

ભાવાનુવાદ: રોગાન આર્ટિસ્ટ જોડ઼ી આશિષભા નેં ઇનીજા ઘરવારેકે મિલે પૂંઠીયા ઍડ઼ો લગ઼ે ક જાણે કારાણીબાપાજી કચ્છી પંક્તિયું ઇનીલા જ઼ લખાણીયું હુન્યું! એરંડેજે રંઙિન ગાટે તેલ ભેરો હિની આંગરીયેંજો કપડ઼ે તે જુકો કામણ પાથરીયેંતા ઇ અદ્ભુત આય. કોમલભેંણ ત રોગાન બ્લોક પ્રિન્ટિંગ પ બખૂબી કરી ગ઼િનેતા ને ઇનીજો બારો વરેજો પુતર પ કડેક ઍડ઼ા ચિતર ભનાઇંધો હોયતો.
અનાં થોડ઼ે સમો પેલા આશિષભાજે ઘરે ભારતીય મૂરજા વિડેસી મેમાન મનીષ જૈનજી બો ધીરું સત સમંધર પાર કરેનેં રોગાન કલાજી તાલીમ ગ઼િનેલા આવઇયું હુઇયું. છેટ અમેરિકાનું આવલ હિન બો ધીરુંજો કિસ્સો કિતક પ્રોત્સાહક સાભિત થીંધો ઍડ઼ો માનીયાતી. હી ધીબાઇયું સારી રીતે તાલીમ પૂરી કરે સગ઼ે તેંલા ઇનીજા મા-પે પ ભેરા આયા વા. ગણતરી એડ઼ી હુઇ ક ધીરું રોગાન સિખી ન ગ઼િને તેં સુધી વિઞણું નં. નેં હિન જ કારણસે લગાતાર ત્રે ડીં તઇં મન પરોવિને ધીબાઇયું કલાજી સાધના કિઇ. કોલેજ ભણંધી હિન ધીરેંજા અરમાન પુરા કરેલા ઇનીજા મા-પે ખાસ ભારત આયા, પિંઢજે વ્યવસાયિક કમ મોબાઈલ ક લેપટોપ મિંજા આટોપિ સગ઼ે ઍડ઼ી વ્યવસ્થાસે નિભાયોં. અજ઼ વાલી બચ્ચે તે પિંઢજી ઈચ્છાઉં થોપી વિજે તા, ને નિંઢા બાર વચાડ઼ા મશીન ભનિ તેમેં જોતરાઇ વિઞે તા. સામે પાસે હી ધીરું જેડ઼ા ક્લા લા કરે પિંઢજો પ્રેમ, સમર્પણ ને શિસ્તજા ડાખલા ‘જેનઝી’ (અજ઼જી નઇ પેઢી)મેં ખૂટેતો. તડે આઉં મનાંતિ ક હી ડાખલો મિડે માઇતરે ને બારે લા પ્રોત્સાહક સાભિત થીંધો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…