આપણું ગુજરાત

એલ. કે. અડવાણી માટે ગુજરાત એ હોમ પીચ બનીરહ્યું હતું: ગાંધીનગરથી પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગર લોકસભા સીટના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અડવાણીનો ગુજરાત સાથેનો નાતો બહુ જ જૂનો છે. અડવાણી બે દાયકા સુધી ગાંધીનગરના સાંસદ રહ્યા હતા. વર્ષ ૧૯૯૮ થી માડીને ૨૦૧૪ સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એલ. કે .અડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી વિજેતા બન્યા હતા. આ ઉપરાંત તેમના મત વિસ્તારના વિકાસ માટે પણ તેઓ સતત કાર્યરત રહેતા હતા.

વર્ષ ૧૯૯૦માં એલ.કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું. તેમણે પોતાના પુસ્તકમાં દર્શાવ્યું હતું કે, રામ રથયાત્રાની શરૂઆત સોમનાથથી કરવાનું એક સાંકેતિક મૂલ્ય હતું. સોમનાથનો ઉલ્લેખ હિન્દુઓ પર મુસ્લિમોના અત્યાચાર તરીકે થાય છે. મંદિર-ચળવળને સોમનાથ સાથે જોડીને એ વાત તરફ ધ્યાન ખેચ્યું હતું કે, સોમનાથ મંદિરનું પુનનિર્માણ થયું હતું, એમ અયોધ્યામાં પણ રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. લાલકૃષ્ણ અડવાણીના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ વર્ષ ૧૯૪૨માં આરએસએસમાં સ્વયંસેવક સંઘ તરીકે જોડાયા હતા. વર્ષ ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખરજીએ આરએસએસ સાથે મળીને જનસંઘની સ્થાપના કરી હતી. તેઓ આરએસએસના સદસ્ય હોવાથી અડવાણી જનસંધ સાથે જોડાયા હતા. જનસંઘ સાથે જોડાયા બાદ અડવાણીને રાજસ્થાનની જવાબદારી સોપવામાં આવી હતી. વર્ષ ૧૯૫૭માં તેઓ દિલ્હી આવ્યા બાદ દિલ્હીમાં જનસંધના અધ્યક્ષ તરીકે નિયુક્તી થઇ હતી. વર્ષ ૧૯૬૭માં દિલ્હી મહાનગરની ચૂંટણી લડ્યા અને ઇન્ટેરિમ મેટ્રોપોલિટન કાઉન્સિલરના નેતા બન્યા હતા. વર્ષ ૧૯૭૦માં પહેલી વાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress