મનોરંજનસ્પોર્ટસ

વિરાટ અને અનુષ્કાના ફેમિલીમાં થશે નવા મહેમાનની એન્ટ્રી, દિગ્ગજ ખેલાડીએ કર્યો ખુલાસો…

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફેમિલીમાં એક નવા સભ્યની એન્ટ્રી થવા જઈ રહી છે અને આ વાતનો ખૂલાસો દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે કર્યો છે. વાત જાણે એમ છે કે કિંગ કોહલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એવો દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે બહાર વિદેશમાં વેકેશન માણી રહ્યો છે.

ખાસ્સા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી છે. હવે કિંગ કોહલીના ખાસ ફ્રેન્ડ ગણાતા ડિવિલિયર્સે જણાવ્યું હતું કે સ્ટાર બેટ્સમેનના ઘરે ફરી એક વખત કિલકારીઓ ગૂંજવાની છે. ડિવિલિયર્સે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક ફેનના સવાલના જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. દિગ્ગજ ખિલાડીએ કહ્યું હતું કે વિરાટ કોહલી માટે આ એકદમ ફેમિલી ટાઈમ છે કારણ કે એ બીજી વખત પિતા બનવાનો છે.

આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના પૂર્વ ક્રિકેટરે વિરાટની સાથે મેસેજ પર થયેલી ચર્ચા વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે મને બસ એ જોવું છે કે એમણે શું કહ્યું છે. હું બસ તમને (ફેન્સ)ને થોડો પ્રેમ આપવા માંગુ છું. તો મેં એને લખ્યું કે હું થોડાક સમયથી તમને મળવા માંગુ છું. જેના જવાબમાં વિરાટે કહ્યું કે હવે મને મારા પરિવાર સાથે રહેવાની જરૂર છે, હું સારો છું.

ભારત માટે 113 ટેસ્ટ, 292 વનડે અને 117 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા વિરાટે બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે 11મી ડિસેમ્બરે, 2017ના લગ્ન કર્યા હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંને જણે લગ્ન કરી લીધા હતા. કપલને પહેલાંથી એક દીકરી છે, જેનું નામ વામિકા છે.

આ વિશે વાત કરતાં ડિવિલિયર્સે જણાવ્યું હતું કે હા, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ત્યાં બીજું બાળક આવવાનું છે. આ એના માટે પરિવારનો સમય છે અને કેટલીક વસ્તુ એના માટે મહત્ત્વની છે. મને લાગે છે મોટાભાગના લોકોની પ્રાથમિકતા પરિવાર છે અને તમે આ માટે વિરાટને જજ ના કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button