IND vs ENG 2nd Testમાં બુમરાહે નાખ્યો મેજિક બોલ અને થયું કંઈક એવું કે…
વિશાખાપટ્ટનમ: ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને જાણે ટીમ ઈન્ડિયા ગઈ મેચમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવના સાથે મેદાન પર ઉતરી હોય એવું લાગી રહ્યું છે. પહેલી ટેસ્ટમાં ઓલી પોપની સદીના જોરે ટીમ ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી હતી.
પણ આ વખતે કેપ્ટન રોહિત શર્માએ પહેલી મેચમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવાને બદલે ઓલી સેટ થાય એ પહેલાં જ પેવેલિયન ભેગો કરી દીધો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પરફેર્ટ યોર્કરસામે ઓલીની શાનદાર રીતે વિકેટ લીધી એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો કે આવું તે બુમરાહ જ કરી શકે..
પહેલી બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ ટીમ ઈંગ્લેન્ડ સામે 369 રનનું ટાર્ગેટ રાખ્યું હતું. યશસ્વીએ પહેલી ઈનિંગમાં 209 રન બનાવ્યા હતા, જેમાં 19 ફોર અને 7 સિક્સનો સમાવેશ થાય છે. જોકે બેટિંગ બાદ બોલિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાની અગ્રેસિવ ગેમ જાળવી રાખી હતી. કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ઓપનિંગ બેટ્સમેનની પાર્ટનરશિપમાં ભંગાણ પાડ્યા બાદ બુમરાહે પોતાના યોર્કરથી અટેક કરવાનું શરૂ કર્યું અને તેણે ઓલી પોપના ડાંડિયા ડૂલ કરી નાખ્યા હતા.
એમાં થયું એવું કે 114 પર ઈંગ્લેન્ડની બે વિકેટ પડી ગઈ હતી એ સમયે ટીમ ઈન્ડિયાને પણ વિકેટ્સની જરૂર હતી. બુમરાહે જો રૂટ્સને આઉટ કર્યા બાદ 28મી ઓવરમાં ઓલી પોપ ક્રિઝ પર આવ્યો અને ઓવરના પાંચમા બોલમાં જ બુમરાહે મેજિક બોલ નાખ્યો હતો. આ બોલ ઓલી રમી શક્યો નહીં અને ત્રણેય સ્ટમ્પ ઊડી ગયા ગયા હતા.
બુમરાહે ખૂબ જ ચાલાકીથી ઓલી પોપને પોતાની જાળમાં ફસાવ્યો હતો. બુમરાહે પહેલાં ચારેય બોલ ઓફ સ્ટમ્પ્સ નાખ્યા હતા અને પાંચમો બોલ યોર્કર નાખ્યો હતો, જેને કારણે ઓલી કંઈ પણ સમજે કે વિચારે એ પહેલાં તો ઈંગ્લેન્ડની ચાર વિકેટ પડી ગઈ હતી અને ઓલી પોપનું ડબલ નહીં ટ્રિપલ મોયે મોયે થઈ ગયું હતું…