નેશનલ

Punjabના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું અંગત કારણોસર રાજીનામુ

ઓગસ્ટ 2021 માં પંજાબના 36મા રાજ્યપાલ તરીકે શપથ લેનારા પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે તેમના પદ પરથી અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. (Punjab Governor Banwarilal Purohit Resigned) બનવારીલાલ પુરોહિતે એક પત્રમાં જણાવ્યું હતું કે, “મારા અંગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રવિશંકર ઝાએ પંજાબ રાજભવનમાં બનવારીલાલ પુરોહિતને પદના શપથ લેવડાવ્યા હતા.

બેદાગ છબીના પુરોહિતની ઓળખ એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી, પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અને રાષ્ટ્રવાદી વિચારક તરીકેની રહી છે. તેમને જાહેર જીવનનો ચાર દાયકાથી વધુનો અનુભવ છે. આપને જણાવી દઈએ કે તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને મધ્ય ભારતના સૌથી જૂના અંગ્રેજી દૈનિક ‘ધ હિતાવડા’ના મેનેજિંગ એડિટર રહી ચૂક્યા છે.

16 એપ્રિલ 1940ના રોજ જન્મેલા પુરોહિતે બિશપ કોટન સ્કૂલ, નાગપુર અને રાજસ્થાનમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી.

તેમને સક્રિય રાજકારણમાં ઊંડો રસ હતો અને મહારાષ્ટ્રના પછાત વિસ્તાર વિદર્ભની સતત ઉપેક્ષા સામે લડવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. તેઓ 1984, 1989 અને 1996માં ત્રણ વખત નાગપુર લોકસભા બેઠક પરથી સાંસદ હતા અને સૌથી વધુ પ્રશ્નો સાથે સૌથી વધુ સક્રિય લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

તેમણે 1978માં નાગપુર પૂર્વ મતવિસ્તારમાંથી અને 1980માં નાગપુર દક્ષિણ મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1982 માં, તેમણે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ, ઝૂંપડપટ્ટી સુધારણા અને આવાસ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button