નેશનલ

‘ભાજપને હરાવવા એક સાથે ચાલવું પડશે’: CM મમતાના નિવેદન પર કોંગ્રેસ નેતા જયરામ રમેશની પ્રતિક્રિયા

નવી દિલ્હી: આગામી સામાન્ય લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) હવે ગણતરીના મહિનાઓની વાટ છે. તેમ છતાં પણ INDIA ગઠબંધનમાં નાના મોટા ખટરાગ જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) જ્યારે પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે સમયે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ (CM Mamnta Banerjee) પણ નોંધનીય નિવેદનો આપ્યા હતા કે પોતાના રાજ્યમાં યાત્રા પસાર થવાની હતી તેને લઈને કોઈ જાણકારી તેને ધ્યાને નથી. તેમજ તેમનો પક્ષ ચૂંટણી પણ એકલા હાથે લડશે…

આ બધાની વચ્ચે કોંગ્રેસનાં અગ્રણી નેતા જયરામ રમેશની એક પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હજુ પણ INDIA ગઠબંધનનો ભાગ છે. અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે થઈને બધાએ એક થઈને લડવું પડશે.

કોંગ્રેસનેતાએ ઝારખંડના પાકુડમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મમતા બેનર્જીના મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. ભારત જોડો ન્યાય યાત્રા 11 દિવસ ઉત્તર પ્રદેશમાં રહેશે… તેઓ એટ્લે કે મમતા બેનર્જી કોંગ્રેસ પાર્ટી માટે ઘણું સારું બોલ્યા છે. હું તો કહું કે તેઓ વારંવાર તેવું કહે કે તેઓ INDIA ગઠબંધનનો જ ભાગ છે.

તેઓ વધુમાં જણાવે છે કે અત્યારે આપણો ધ્યેય એક થવાનો હોવો જોઈએ. આપણે ભાજપની સામે લડાઈ લડી રહ્યા છે. મને તેવું લાગે છે કે જો આપણે બધા એક સાથે ચાલીશુ તો ઘણું સારું રહેશે. આપણે પટના, બેંગલુરુ અને મુંબઈમાં સભાઓમાં સાથે હતા, પરંતુ એવું લાગે છે કે કંઈક થયું છે.

પહેલા શિવસેના અલગ થઈ અને પછી નીતિશ કુમારે પલટી મારી. હવે મમતા બેનર્જીના નિવેદનો આવી રહ્યા છે. મને લાગે છે કે આપણે સમજવું જોઈએ કે આ સ્થાનિક સ્તરની ચૂંટણી નથી. આ ગઠબંધન રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી માટે છે, વિધાનસભા સ્તરની ચૂંટણી માટે નહીં.

તમને જણાવી દઈએ કે શુક્રવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મેં પ્રસ્તાવ મૂક્યો હતો કે કોંગ્રેસ 300 બેઠકો પર ચૂંટણી લડે (દેશભરમાં જ્યાં ભાજપ છે. મુખ્ય વિરોધ છે) પરંતુ તેમણે તેના પર ધ્યાન આપવાની ના પાડી. મને શંકા છે કે જો તે 300 બેઠકો પર ચૂંટણી લડશે તો શું તે 40 બેઠકો પણ જીતી શકશે?

અમે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીત્યા નથી. તમે રાજસ્થાનમાં પણ ચૂંટણી જીતી શક્યા નથી. તમારામાં હિંમત હોય તો તમે અલાહાબાદમાં અને વારાણસીમાં જીતીને બતાવો. ચાલો અમે પણ જોઈએ કે તમારામાં કેટલી હિંમત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button