ગુજરાતના આ બે મોટા નેતા જોડાયા ભાજપમાં, સાથે કાર્યકર્તાઓએ પણ કર્યા કેસરીયા
![These two big leaders of Gujarat joined the BJP, along with the workers also did Kesaria](/wp-content/uploads/2024/02/410381-bjp-mla-zee.webp)
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા દરેક રાજ્યમાં નેતાઓની કૂદાકદ ચાલે છે, પરંતુ ગુજરાતમા આ કૂદાકૂદ એક તરફી જ છે. અહીં મોટા ભાગના નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જ આવી રહ્યા છે. આમા કૉંગ્રેસના નેતાઓ તો સામેલ હતા, પરંતુ આજે આમ આદમી પક્ષના નેતાએ પણ કેસરીયો ધારણ કર્યો છે. આજે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (C R Patil) ની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. ભાયાણી ગત 2022ની ચૂંટણીમાં આપ તરફતી વિસાવદરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા તેમણે પક્ષમાંથી અને ધારાસભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભાયાણી સાથે બીજા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arwind Ladani) પણ ભાજપ (BJP)માં જોડાયા છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાયા છે. તેમજ કોંગ્રેસ (Congress) ના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઇ સોલંકી પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી પણ ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ મેળવ્યો છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં 500 થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે.