ગોળી મારનાર નેતા એ કહ્યું કે હા મે જ ગોળી મારી છે અને મને તેનો કોઈ……
થાણે: મહારાષ્ટ્રમાં બે શાસક પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે એક ધારાસભ્યએ બીજા નેતાને ગોળી મારી દીધી. આરોપી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મામલો થાણેના ઉલ્હાસનગરનો છે જ્યાં હિલ લાઈન પોલીસ સ્ટેશનની અંદર ફાયરિંગની આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આરોપી ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. જો કે ગણપત ગાયકવાડે જણાવ્યું હતું કે હા, મેં તેને મારી જાતે ગોળી મારી છે. મને કોઈ અફસોસ નથી.
ગણપત ગાયકવાડે જણાવ્યું હતું કે તેમના પુત્રને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવી રહ્યો હતો તેથી તેણે ગોળીબાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય સ્થાપવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેશ ગાયકવાડને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને થાણેની એક ખાનગી મેડિકલ સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા. શિવસેનાની કલ્યાણ પાંખના પ્રભારી ગોપાલ લાંડગેએ જણાવ્યું હતું કે મહેશ ગાયકવાડનું ઓપરેશન સફળ રહ્યું છે. અને હાલ તેમની તબિયત સ્થિર છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવશે તેમજ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 120B (ગુનાહિત ષડયંત્ર) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,
ગણપત ગાયકવાડે જણાવ્યું હતું કે હા, મેં તેને મારી જાતે ગોળી મારી છે. મને કોઈ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવે તો હું શું કરીશ? તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નોંધનીય છે કે ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે.