આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા એ શિવસેનાના નેતા પર પોલીસ સ્ટેશનમાં જ ગોળીબાર કર્યો…..

થાણે: મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપ અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ વચ્ચે મોટો વિવાદ થયો હતો. ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને કથિત રીતે ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબારની ઘટના બની હતી, જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા.

થાણેના ડીસીપી સુધાકર પઠારે જણાવ્યું હતું કે ગણેશ ગાયકવાડ અને મહેશ ગાયકવાડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો, જેની ફરિયાદ તેઓ પોલીસ સ્ટેશનમાં કરી હતી. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. અને અચાનક જ ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના સાગરિતો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બંને પક્ષો વચ્ચે રાતે 10:30 ના સુમારે ગોળીબારની ઘટના બની હતી. જોકે DCP સુધાકરે કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે કંઈ જણાવ્યું ન હતું. મળતી માહિતી પ્રમાણે આ ફાયરિંગમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઘાયલ થયા છે અને તેમને થાણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ગોળીબાર ની ઘટનામાં પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગોળીબાર કરનાર ભાજપના ધારાસભ્યને પણ કસ્ટડીમાં લીધો હતો. શિવસેના નેતાના શરીરમાંથી પાંચ ગોળીઓ કાઢી લેવામાં આવી છે, પરંતુ તેમની હાલત હજુ પણ નાજુક છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે મહેશ ગાયકવાડ અને તેમના સમર્થકોએ તેમના પુત્ર સાથે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે તેમણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button