વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મક્કમ વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે ૮૨.૯૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે નાણાં પ્રધાને રજૂ કરેલા વચગાળાના અંદાજપત્રમાં રાજકોષીય ખાધ ઘટાડવા સહિતનાં પગલાંની જાહેરાતની પણ રૂપિયા પર સકારાત્મક અસર પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૯૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૩ અને ઉપરમાં ૮૨.૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસા વધીને ૮૨.૯૧ની ખૂલતી સપાટીએ જ બંઘ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button