જૈન મરણ
જામનગર વિશા ઓશવાલ જ્ઞાતિ જૈન
હાલ-ચેમ્બુર, મુંબઈ રવીન્દ્ર ફતેહચંદ ઝવેરી, (ઉં.વ. ૮૯) તે સ્વ. તારામતીના પતિ. ડૉ. મેહુલ તથા સંગીતાના પિતા. ડૉ. નમિતાના સસરા. ડૉ. મીતિકા તથા ડૉ. નિશીતાના દાદા તથા ડૉ. સાગરના દાદા-સસરા તા. ૩૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી હાલ મલાડ ચારૂલત્તા હરેંદ્રભાઈ પ્રભુદાસભાઈ ગાંધીની પૌત્રી તે નિકીતા નયન ગાંધીની પુત્રી ચિ. સાક્ષી (ઉ.વર્ષ ૨૩) તે અર્ચનાની બહેન, નરેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈની પૌત્રી. પ્રફુલ્લાબેન રમેશચંદ્ર શાહની દોહિત્રી સ્વ. મનહરભાઈ, સંજયભાઈ ધુલિયાના ભાણેજની દીકરી. ગુરુવાર તા. ૧-૨-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા રવિવાર ને તા. ૪-૨-૨૪ ના બપોરના ૩.૩૦ થી ૫.૦૦ પાવનધામ, મહાવીર નગર, સચિન તેંડુલકર જીમખાનાની સામે, કાંદિવલી વેસ્ટ ખાતે
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના દમયંતી ગુલાબચંદ વોરા (ઉં. વ. ૭૩)તા. ૧-૨-૨૪ના અવસાન પામેલ છે. બુધ્ધિબાઈ, વેજબાઈ લાલજીના પુત્રવધૂ. ગુલાબચંદના જીવનસંગીની. ચેતન, બીજલના માતા. વનિતાબેન (વેજબાઈ) પ્રેમજીના પુત્રી. રંજન, જયા (ખુશી), કિરણના બેન. પ્રા.રામજી અંદરજીની વાડી-રામવાડી માટુંગા (સે.રે.). ટા.૪ થી ૫.૩૦.
સાડાઉના કેશવજી ગાલા (વાઘાણી) (ઉં. વ. ૮૦) તા. ૨૮/૧ના દેશમાં અવસાન પામ્યા છે. સુંદરબાઈ ટોકરશી મેઘજીના પુત્ર. મંજુલાબેનના પતિ. સં.પ. પૂ. જયણાબાઈ મ.સ., નિલેશ, ચાંદનીના પિતા. બારોઈ ભાણબાઈ માવજી પાસુ, ગુંદાલા પ્રભાબેન કાંતિલાલ રાયશીના ભાઈ. બેરાજા મણીબેન કલ્યાણજી મોમાયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિલેશ ગાલા, એ-૨૮, ગાલા નગર, નહેરૂ રોડ, મુલુંડ-વે., મું-૮૦.
નાના આસંબિયાના અ.સૌ. કસ્તુરબેન શાહ (છેડા) (ઉં. વ. ૮૨) તા. ૩૧- ૧-૨૪ના અવસાન પામેલ છે. મીઠાબાઇ ગાંગજીના પુત્રવધૂ. નરપતભાઇ (નરેશભાઇ)ના પત્ની. દિના, શીલા, નુતન, મીનલના માતુશ્રી. નાના આસંબિયા કંકુબેન જેસંગ ગાલાના સુપુત્રી. પ્રેમજી, નાગજી, કાંતીલાલ, મણીલાલ, વિનોદ, વિપુલ, લક્ષ્મીબેન, પ્રતિભા, પુષ્પાબેનના બેન. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (ઈ), ટા. ૩.૩૦
થી પ.
મોટી ખાખરના માતુશ્રી ગાંગબાઈ નાગજી ગંગર (ઉં. વ. ૯૮) ૧-૨-૨૪ના અવસાન પામ્યા છે. દેવકાબેન માલસી માણેકના પુત્રવધુ. નાગજી માલસીના પત્ની. મનસુખલાલ, મંજુલાના માતુશ્રી. ભુજપુર મોંઘીબેન ઉમરશી લખમશીના પુત્રી. શામજી, કેશવજી, મણીલાલ, પોપટલાલ, શાંતિલાલ, દેશલપુર દિવાળીબેન રાઘવજી, લાખાપર સુંદરબેન રાઘવજી, મોખા કેસરબેન લખમશી, બિદડા શાંતાબેન ખીમજી, ટુંડા વિજ્યાબેન ટોકરશી, મો.ખાખર ભાનુબેન/નયનાબેન મનસુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનસુખ નાગજી: સહજાનંદ, ફ્લેટ-૭, સે-૧૪. વાશી-૭૦૩.
દશા શ્રીમાળી સ્થા જૈન
વાંકાનેર નીવાસી હાલ બોરીવલી સ્વ. વસંતા તથા સ્વ. મહેન્દ્રભાઈ મનસુખલાલ કામદારના પુત્ર જીમિ કામદાર (ઉં. વ. ૪૨) તે શીતલ ગીરીશ, કેતકી નરેશ, સ્વ. વીણા, સર્યું ધીમંતભાઈના ભત્રીજા. વિક્રમ, ડિમ્પલ વિશાલ, ચાંદની ધવલના ભાઈ. ૩૦/૧/૨૪ના અવસાન પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
મોઢુકા નિવાસી હાલ મલાડ લક્ષ્મીબેન દીપચંદ શાહના સુપુત્ર અરવિંદભાઈના ધર્મપત્ની દીપિકાબેન (ઉં. વ. ૬૫) ગુરુવાર તા.૧/૨/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે અમિત-બિજલ, સેજલ-ખુશબૂ, ભૂમિકા – જીતેન્દ્રકુમાર, એકતા -પ્રશાંતકુમારના માતુશ્રી, સમરથબેન-વાડીલાલ, કેશરબેન-વાડીલાલ, પોપટભાઇ-કપિલાબેન, ચીમનભાઈ-કલાવતીબેન, ઈશ્ર્વરભાઈ -ચંદ્રિકાબેન, જયંતીભાઈ-દમયંતીબેન, કીર્તિભાઇ ઈદુંમતીબેન, રમેશભાઇ-ગીતાબેન, ધીરજભાઈ-નિરંજનાબેનના ભાભી. પિયર પક્ષે અડપોદરા નિવાસી ચુનીલાલ કાલીદાસ શાહના દીકરી. માતૃ-વંદના શનિવાર તા. ૩/૨/૨૪ના ૬ થી ૮ કલાકે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે છે.સ્થળ : શારદા સ્કૂલ હોલ, દત્ત મંદિર રોડ, સ્વામીનારાયણ હોલની બાજુમાં. મલાડ ઈસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાના શાંતિબેન કાંતિલાલ સુરજી છેડા (ઉં.વ. ૭૭) અવસાન પામેલ છે. સ્વ. લાડુબેન સુરજી છેડાના પુત્રવધૂ. સ્વ. કાંતિલાલના ધર્મપત્ની. ડૉ. મયૂર, મધુ, દેવિકા, અરુણા, કેતકીના માતુશ્રી. હેતલ, દિનેશ, હિતેન્દ્રના સાસુ. ડૉ. સિદ્ધાર્થ, કાર્તિક, કેવલ, મનન, અમનના નાની. લાકડીયાના સ્વ. લક્ષ્મીબેન કેશવજી હેમરાજ કારિયાની દીકરી. પ્રાર્થના: સરદાર વલ્લભભાઈ પટેલ ભવન (જવાહર નગર હોલ), સિટી સેન્ટરની સામે, એસ.વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ) સમય: સાંજે ૪થી ૫. લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ લાકડીયાના દિવાળીબેન કરસન ભીમા નંદુના પુત્રવધૂ. પ્રેમજીના ધર્મપત્ની સ્વ. દમયંતી (ઉં.વ. ૬૬) તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. પ્રીતિ, શીતલ, ફોરમના માતુશ્રી. અરવિંદ, દિનેશ, પ્રવીણના સાસુ. દિવ્યાંશી, હર્ષીલ, સિદ્ધિ, સોહમના નાની. ધાણીધરના વેજીબેન ગેલા ભોજા નીસરના દીકરી. નાથીબેન રામજી ભચુ ગડા પરિવાર. રહેઠાણ: બી-૩૧, નિલાંબર, કામાગલ્લી, ઘાટકોપર (વેસ્ટ).
ગામ નુંત્રંબૌના સ્વ. સંતોકબેન નરશી ભારમલ બૌવાના પુત્રવધૂ રત્નાબેન (ઉં.વ. ૯૪) થાણા મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મણીલાલના ધર્મપત્ની. દામજી, સ્વ. અમરશી, કાંતિ, નરેન્દ્ર, શાંતિ, કસ્તુર, ચંદ્રા, ઊષાના માતુશ્રી. સાકર, રમા, ભાનુ, ભારતી, સ્વ. હિરજી, સેવંતી, મનસુખ, મનસુખના સાસુ. સ્વ. ભાવેશ, સચીન, વિનલ, મયુર, નિતીન, કુંજલ, ચિરાગ, સોહન, શીતલ, કૃણાલ, વિરેનના દાદી. રવના સ્વ. હીરાબેન હિરજી તેજશી, કારીઆના દીકરી. પ્રાર્થનાસભા : શનિવાર, તા. ૩-૨-૨૪ સવારે ૧૦.૩૦થી ૧૨. સ્થળ: ટીપ ટોપ પ્લાઝા, ૧લે માળે, થાણા (વેસ્ટ).
ગામ લાકડીયાના સ્વ. ચોથીબેન મેપશી સાવલા (ઉં.વ. ૯૨) તા. ૩૧-૧-૨૪, બુધવારના અવસાન પામેલ છે. સ્વ. થોભણ મેપશીના ધર્મપત્ની. પ્રવિણ, વિશા, રમેશ, જયંતિ, ધનુના માતુશ્રી. ભાનુ, લતા, મણી, જયંતિ, રમણીકના સાસુ. વિશાલ, ગૌરવ, ધવલ, ભવ્ય, અંકિતા, ઉર્વી, ઉર્જાના દાદી. લાકડીયાના સ્વ. કામલબેન હરખચંદ છાડવાની દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: એ-૪૦૩, ગુરુ કૃપા બિલ્ડિંગ, કેનેરા બેંકની સામે, કાલીના કુર્લા રોડ, કાલીના સાંતાક્રુઝ-ઈસ્ટ.
સુરતી વિશા પોરવાડ જૈન
સ્વ. સ્મિતાબેન બીપીનભાઈ બંગડીવાળાના સુપુત્ર દ્વિદીપભાઈ, (ઉં.વ. ૬૧) હાલ મલાડનું બુધવાર, તા. ૩૧-૧-૨૪ના અવસાન પામેલ છે. તે અંજલ, પ્રતિતના પિતા. અંજલી, સાધનાના ભાઈ. આશિષના સાળા. રિદ્ધિ, રિષભના મામાની ભાવ યાત્રા રવિવાર, તા. ૪-૨-૨૪ના વર્ધમાન સ્થાનકવાસી ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદીવલી-વેસ્ટના ૪થી ૬ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
થાનગઢ નિવાસી હાલ માટુંગા મુંબઈના દોઢીવાલા રેખાબેન પ્રદિપભાઈ શાહ (ઉં.વ. ૭૯). તા. ૧-૨-૨૪ને ગુરુવારને રોજ અવસાન પામ્યા છે. તે દોઢીવાલા સુશીલાબેન નટવરલાલ દીપચંદના પુત્રવધુ. પ્રદીપભાઈના જીવનસંગીની. લતાબેન રમેશભાઈ શાહ, સ્વ. ભારતીબેન રમેશચંદ્ર શાહ, ઈન્દિરાબેન હસમુખભાઈ શાહ, મીનાબેન ગીરીશભાઈ શાહ, મીતાબેન નીતિનભાઈના ભાભી. સ્વ. રતિલાલ છગનલાલ સોમાની (શાહ)ના સુપુત્રી. સ્વ. શાંતિલાલ ભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ.અરવિંદભાઈના બેન. તેમની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું પ્રદીપભાઈ દોઢીવાલા ૨૬ કે એ એસ રોડ, કીર્તિ કુંજ, માટુંગા, મુંબઈ-૧૯.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ઉપલેટા નિવાસી હાલ મુલુંડ. સ્વ. રતિલાલ કાનજી વોરાના ધર્મપત્ની સરોજબેન વોરા (ઉં.વ. ૮૭) તા. ૧-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે આફીષ, રાકેશ, રાજીવ, નીતા અશોક કોરડીયા, બીના સંજય ઠક્કર તથા કિરણ બકુલ મહેતાના માતુશ્રી. તથા કવિતા, સેજલ, સેજલના સાસુ, તે કુણાલ, યશ, મોક્ષ, નાયસાના દાદી. પીયરપક્ષ ચુનીલાલ જાધવજી ધ્રુવ. તેમની માતૃવંદના તા. ૩-૨-૨૪ના ૩થી ૫. સ્થળ: સમૃધ્ધી હોલ, મદન માલવીયા રોડ, ફૂડ ટાઉનની ઉપર, મુલુંડ (વેસ્ટ).