આમચી મુંબઈ

વડા પ્રધાનના હસ્તે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો ૧૯ ફેબ્રુઆરીએ ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ટ્રાફિક સમસ્યાને માત આપવા માટેનો અત્યંત મહત્ત્વના ગણાતા કોસ્ટલ રોડની એક લેન મુંબઈગરા માટે ૧૯ ફેબ્રુઆરીના ખુલ્લી મુકવામાં આવવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થવાનું છે. વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીનો ૧૦ કિલોમીટરના રસ્તા ખુલ્લો મુકાયા બાદ મે, ૨૦૨૪ સુધીમાં બીજા તબક્કામાં સંપૂર્ણ કોસ્ટલ રોડ ખુલ્લો મુકી દેવામાં આવવાનો એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે શુક્રવારે કરી હતી. નવા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કોસ્ટલ રોડના આગામી તબક્કાના કામ માટે ૨,૯૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કમિશનરે કરી હતી.

મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાંકાક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ અત્યંત ખર્ચાળ સાબિત થયો છે. જોકે આ રોડને કારણે દક્ષિણ મુંબઈ અને પશ્ર્ચિમ ઉપનગરની ટ્રાફિકની સમસ્યાને રાહત મળવાની છે. મુંબઈનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ દક્ષિણ અને ઉત્તર મુંબઈ એમ બે તબક્કામાં બનાવવામાં આવવાનો છે. પહેલા તબક્કામાં દક્ષિણ મુંબઈમાં કામ કરવામાં આવી રહ્યું છે. મુંબઈથી પશ્ર્ચિમ ઉપનગરના કાંદીવલી સુધીનો લગભગ ૨૯ કિલોમીટરનો કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ છે, જેમાં દક્ષિણ મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધીનો સાડા દસ કિલોમીટરના રસ્તાનો સમાવેશ થાય છે.

મરીન ડ્રાઈવથી વરલી સુધી બની રહેલા ૧૦.૫૮ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડનું હાલ ૮૪ ટકા કામ પૂરું થયું છે. પૂરા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી ૧૩,૯૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોસ્ટલ રોડ પર ક્લાકના ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપે વાહનો દોડશે. તો વાહનચાલકોનો ૭૦ ટકા સમય અને ૩૪ ટકા ઈંધણ બચાવનારો કોસ્ટલ રોડ ટોલ ફ્રી રહેશે. હાલ આ રોડ સવારના આઠથી રાત આઠ વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે.

કોસ્ટલ રોડનું બાંધકામ ઓક્ટોબર ૨૦૧૮થી ચાલુ થયું હતું. પરંતુ વરલીમાં કોલીવાડામાં માછીમારોના વિરોધને પગલે કામમાં વિલંબ થયો હતો. કોલીવાડા પાસે બાંદ્રા-સી લિંકથી જોડવામાં બે પીલરો વચ્ચેનું અંતર ૬૦ મીટરથી વધારીને ૧૬૦ મીટર કરવા માટે સ્થાનિક નાગરિકો આંદોલન કરી રહ્યા છે. પીલરનો વિવાદ દૂર થયા બાદ કામ ઝડપથી ચાલુ થયું હતું. કોસ્ટલ રોડનું કામ મે, ૨૦૨૩માં પૂરું થવાનું હતું. પરંતુ હવે તે મે, ૨૦૨૪માં પૂરું થવાનું છે.

૧૯ ફેબ્રુઆરીના કોસ્ટલ રોડનો એક ભાગ ખુલ્લો મુકવામાં આવવાનો છે, જેમાં વરલીથી મરીન ડ્રાઈવ તરફનો સમાવેશ થાય છે. ચાર લેનનો ફ્રી વે છે, અને તેની લંબાઈ લગભગ સાત કિલોમીટરની છે. જ્યારે આગળ ૨.૦૭ કિલોમીટર લાંબી ટનલ છે.

ઉત્તર મુંબઈમાં કોસ્ટલ રોડનું કામ આગળ વધશે
ભવિષ્યમાં કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી વરલીથી આગળ બાંદ્રા-વર્સોવા, વર્સોવાથી દહિસર અને મીરા-ભાયંદરથી આગળ વિરાર સુધી જશે. હાલ દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડનું કામ પૂરું થવાનું છે અને આગામી સમયમાં ઉત્તર મુંબઈમાં કોસ્ટલ રોડનું કામ આગળ વધારવામાં આવશે, જેમાં મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) વર્સોવાથી દહિસરનું છ પેકેજમાં કામ કરવામાં આવશે, તે માટે ૧,૧૩૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. તો આગળ દહિસર-ભાઈંદર લિંક રોડ માટે ૨૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker