આમચી મુંબઈ

મહારેરાએ રજિસ્ટ્રેશન વિના પ્લોટ વેંચનારા બિલ્ડરોને ફટકારી નોટિસ

મુંબઈ: મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના પ્લોટ વેંચનારા ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એવી ચેતવણી પ્રશાસને આપી છે. રાજ્યમાં અનેક ઠેકાણે મોટી મોટી જમીનોના ભાગ પાડીને તેમ જ જાહેરાત આપ્યા વિના મહારેરા અંતર્ગત રજિસ્ટર્ડ જમીનો વેંચવામાં આવી રહી છે.

આ ગંભીર મામલાની આપમેળે નોંધ લઇ મહારેરાએ રાજ્યના ૪૧ પ્રમોટરોને કારણદર્શક(શૉ-કોઝ) નોટીસ ફટકારી છે. આ પ્રમોટરો મહારેરા રજિસ્ટ્રેશન નંબર વિના જ વ્યવહાર કરી રહ્યા હતા. આ પ્રમોટરોમાંના ૨૧ પુણેમાંં, ૧૩ કોંકણમાં અને ૭ નાગપુરમાં આવેલા છે.

૨૦૧૬ની રિયલ એસ્ટેટ એક્ટની કલમ ત્રણ મુજબ શરતોને આધીન કોઇ પ્લોટ, ફ્લેટ કે ભવનના વેચાણ માટે મહારેરાનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આ સિવાય કોઇ પ્લોટ, ફ્લેટ કે બિલ્ડિંગના વેચાણ માટે જાહેરાત આપી શકાય નહીં.

અનેક શરતોની અમલબજાવણી થશે
*આર્થિક, કાયદાકીય અને ટેક્નિકલ શરતોના આધારે ત્રણ સ્તરે તપાસ
*પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સ્થાનિક સરકારી સંસ્થા પાસેથી મંજૂરીનો પત્ર
*ગૈર-કૃષિ(નોન-એગ્રિકલ્ચરલ) વિનાના પ્રોેજેક્ટની માલિકી, જમીનનો આકાર, કુલ ક્ષેત્રફળ અને જમીનની સીમાઓની તપાસ સ્થાનિક સરકારી સંસ્થા કરશે
*પ્રોજેક્ટમાં પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, સીવરેજ જેવી સુવિધા જરૂરી
*આ તમામ પાસાઓની ચકાસણી પછી મહારેરાનું રજિસ્ટ્રેશન શક્ય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button