સ્પોર્ટસ

રસ્તા વચ્ચે કાર ઊભી રાખીને આ શું કર્યું Sachin Tendulkarએ? વીડિયો થયો વાઈરલ…

Master Blaster Sachin Tendulkarને ક્રિકેટપ્રેમીઓ ગોડ ઓફ ક્રિકેટ માને છે અને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સચિન તેંડુલકરના ફેન્સ વસે છે. સચિનનો ક્રેઝ હજી પણ લોકોમાં એટલો જ જોવા મળે છે જેટલો પહેલાંના દિવસોમાં જોવા મળે છે અને આ વાતને સાચી સાબિત કરતી ઘટના હાલમાં જ બની હતી. ખુદ સચિન તેંડુલકરે પોતાને ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે અને તે આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સચિનનો એક ડાય હાર્ડ ફેન ટી-શર્ટ પહેરીને સ્કુટર પર જઈ રહ્યો હતો અને તેના ટી-શર્ટ પરનું લખાણ સચિન તેંડુલકરને સ્પર્શી ગયો હતો. હવે તમને થશે કે એવું તે શું લખ્યું હતું કે સચિનને ગમી ગયું? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ.. ફેનના ટી-શર્ટ પર લખ્યું હતું કે આઈ મિસ યુ તેંડુલકર…

ફેનના ટી-શર્ટ પર લખેલો આ મેસેજ જોઈને સચિન એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને સચિને રસ્તો પૂછવાના બહાને ફેનને એવી સરપ્રાઈઝ આપી કે તેનો ફેન આજીવન આ ફેનમોમેન્ટ નહીં ભૂલી શકે. વાત જાણે એમ છે કે સચિને ડ્રાઈવરને કાર સ્કુટર ચલાવી રહેલાં ફેનની બાજુમાં રોકવા જણાવ્યું હતું અને સચિને બાદમાં ફેનને રસ્તો પૂછ્યો હતો. સચિન તેંડુલકરને પોતાની સામે ઉભેલા જોઈને ફેન પણ ચોંકી ઉઠ્યો હતો અને સચિન સામે હાથ જોડીને ઊભો રહી ગયો હતો.

ત્યાર બાદ માસ્ટર બ્લાસ્ટરે ફેનને પાછળ ફરીને ટી-શર્ટ બતાવવા કહ્યું હતું અને ફેને પણ તેનું ટીશર્ટ દેખાડ્યું હતું. પછી તેણે સચિનના ફોટાથી ભરેલી ડાયરી કાઢીને દેખાડી જેના પર સચિને ઓટોગ્રાફ આપ્યો અને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. ફેને સચિન સાથે પોતાનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

https://twitter.com/i/status/1753029043270857060

વીડિયો શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું હતું કે ‘જ્યારે હું લોકોને મારા પર આટલો બધો પ્રેમ વરસાવતા જોઉં છું ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ જાય છે. લોકોનો પ્રેમ મને દુનિયાના દરેક ખૂણેથી મળે છે અને જ મારા જીવનને ખાસ બનાવે છે. સચિન તેંડુલકરે આપેલા સરપ્રાઈઝ બાદ ફેન્સે કહ્યું કે તેને વિશ્વાસ નથી આવતો કે સચિન તેંડુલકર તેની સામે છે. ફેનનું નામ હરીશ કુમાર જાહેર હોવાનું જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button