ક્યાં છે Poonam Pandeyનો પાર્થિવ દેહ? બહેન અને માતાના Mobile Phone છે બંધ, રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે…
એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન પૂનમ પાંડેના નિધનથી આખી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે અને પૂનમના મેનેજરે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપીને દુઃખ વ્યક્ત કર્યું છે. 32 વર્ષની વયે એક્ટ્રેસની અણધારી એક્ઝિટના સમાચાર પર ફેન્સ વિશ્વાસ નથી કરી શકતા, પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા સવાલો છે કે જેના જવાબો કોઈ પાસે નથી.
બધાને માત્ર એટલી જ ખબર છે કે પૂનમ પાંડેનું નિધન થયું છે, પણ તેનું પાર્થિવ શરીર ક્યાં રાખવામાં આવ્યું છે એનો જવાબ કોઈ પાસે નથી. આ સવાલનો જવાબ આપવા માટે પરિવારના સભ્યો પણ આગળ નથી આવ્યા. લોખંડવાલા ખાતે આવેલા એક્ટ્રેસના ફ્લેટ પર પણ કોઈ નથી અને દરમિયાન મુંબઈના વરલી ખાતે રહેલી પૂનમની બહેને પણ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો છે અને તે ક્યાં છે એની કોઈને ખબર નથી.
પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આજે સવારે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને એમાં લખવામાં આવ્યું હતું કે સર્વાઈકલ કેન્સરને કારણે પૂનમનું મૃત્યુ થયું છે. ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખી રહ્યા છે કે આ કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ કે મજાક નથી. જોકે, આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પૂનમને શ્રદ્ધાંજલિ આપી છે. દરેકને આશ્ચર્ય થાય છે. દરમિયાન, પૂનમ પાંડેના નિધનના સમાચાર વચ્ચે અનેક સવાલો પણ ઉભા થયા છે.
પૂનમના નિધનના સમાચાર વચ્ચે દરેક વ્યક્તિને એ જાણવામાં રસ છે કે તેનો મૃતદેહ ક્યાં રાખવામાં આવ્યો છે, તેના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે? પણ આ સવાલોના જવાબ એક્ટ્રેસના પરિવારજનો સિવાય બીજું કોઈ આપી શકે એમ નથી, પણ તેનો પરિવાર પણ મીડિયા સામે નથી આવી રહ્યો.
પૂનમ પાંડેના પીઆર મેનેજરનું કહેવું છે કે એક્ટ્રેસનું મૃત્યુ તેના હોમ ટાઉન કાનપુરમાં થયું છે એટલે ડેડબોડી ત્યાં જ છે, પરંતુ એ અંગે પણ કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન નથી મળી રહી. આ સિવાય પૂનમ પાંડેની માતાનો ફોન પણ આઉટ ઓફ કવરેજ એરિયા છે.
ચાહકો માટે પૂનમ પાંડેના નિધનના સમાચાર પર વિશ્વાસ કરવો અઘરું છે. પૂનમના ડ્રાઈવરે જણાવ્યું હતું કે ‘ગઈકાલે સાંજ સુધી તો તે બાંદ્રામાં તેના ફ્લેટમાં હતી અને ત્યાર બાદ તે અચાનક ક્યાંક બહાર જતી રહી હતી. જ્યારે પૂનમના એક મિત્રએ એવો દાવો કર્યો છે કે પૂનમ લાંબા સમયથી બ્રેઈન ટ્યુમરથી પીડાઈ રહી હતી અને આજે જ સવારે 7 વાગ્યે કાનપુરમાં તેણે છેલ્લાં શ્વાસ લીધા હતા. જ્યારે પૂનમના કથિત એક્સ બોયફ્રેન્ડ બિપિન હેડેકરનું એવું કહેવું છે કે પૂનમને કંઈ થયું નથી અને તે એકદમ ઠીક છે.
આ બધી વાતો અને સ્ટેટમેન્ટ્સ વચ્ચે ફેન્સ માટે કઈ વાત પર વિશ્વાસ કરવો અને કઈ વાત પર વિશ્વાસ ના કરવો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.