Cervical Cancer થી બચવા કિશોરીઓ અને કુંવારી દીકરીઓએ ખાસ લેવી આ વેક્સિન, આ રહી A to Z માહિતી

મુંબઈ: હંમેશા વિવાદો સાથે ઘેરાયેલી મોડેલ અને એક્ટ્રેસ પુનમ પાંડેના એકાએક મૃત્યુના સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે (poonam pandey death).અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાથે સાથે તેના મૃત્યુનું કારણ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. તેનું મૃત્યુ સર્વાઈકલ કેન્સરના કારણે થયું છે (What Is Cervical Cancer).મોટા ભાગના લોકો આ બીમારીથી અજાણ હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ભારતીય મહિલાઓના અકાળે મૃત્યુના કારણોમાં આ સર્વાઈકલ કેન્સરનું કારણ સામાન્ય રીતે વધુ જોવા મળતું હોય છે. ચાલો જાણીએ તેના વિશે…
સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સર્વિક્સના ટીસ્યુને અસર કરે છે (cervical cancer symptoms). સર્વિક્સ એ ગર્ભાશયના નીચેના ભાગનો એક ભાગ છે જે યોનિ સાથે જોડાયેલ છે. સર્વાઇકલ કેન્સર આ ભાગના કોષોને અસર કરે છે.
સર્વાઇકલ કેન્સરના મોટાભાગના કેસો હ્યુમન પેપિલોમા વાયરસ (HVP)ના વિવિધ પ્રકારના એચપીવી સ્ટ્રેનને કારણે થાય છે. HVP એ ખૂબ જ સામાન્ય યોનિમાર્ગ રોગ છે જે જનન મસાઓના સ્વરૂપમાં દેખાય છે. ધીમે ધીમે આ સર્વાઇકલ કોષોને કેન્સરના કોષોમાં ફેરવે છે.
સર્વાઇકલ કેન્સરનું નિદાન સામાન્ય રીતે 35 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં થાય છે. 20 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓમાં તેના વિકાસની શક્યતા ઓછી છે. જો કે, ઘણી મોટી ઉંમરની મહિલાઓને ખ્યાલ નથી હોતો કે તેમની ઉંમરમાં પણ સર્વાઇકલ કેન્સરનું જોખમ છે.
આનથી બચવા શું કરવું ? HPV વેક્સિનમાં (cervical cancer HPV vaccine) સામાન્ય રીતે સ્ત્રીની ઉંમર અનુસાર 2 થી 3 ડોઝ હોય છે. આ રસી 9 વર્ષથી 26 વર્ષની વયની છોકરીઓને આપવામાં આવે છે. તે ધ્યાનમાં રાખવામાં આવે છે કે તેઓ જાતીય સબંધો બાંધવા સક્રિય (Sexually Active) બને તે પહેલાં વેક્સિન લગાવવી જોઈએ. નાની ઉંમરમાં આ રસી આપવા પાછળ એક કારણ છે, તે એ છે કે આ સમયગાળા દરમિયાન એન્ટિબોડીઝ ઝડપથી ડેવેલોપ થાય છે. પામે છે. ઉપરાંત, તે લાંબા સમય સુધી શરીરમાં રહે છે.
આપને જણાવી દઈએ કે HPV રસી ખૂબ જ અસરકારક છે અને કોઈપણ મહિલાને આ વાયરસના સંપર્કમાં આવવાથી 90% સુધી બચાવી શકે છે. એચપીવી વાયરસથી બચવા માટે, નાની ઉંમરે રસી લગાવી લેવી ખુબજ મહત્વપૂર્ણ છે. જેથી ગુદા, પેનાઇલ, ઓરોફેરિંજલ કેન્સર અને અન્ય પ્રકારના એચપીવી-સંબંધિત કેન્સરના કેસ ઘટાડી શકાય.
હાલમાં, HPV રસીના બે ડોઝ લગભગ 6 મહિનાના અંતરાલ સાથે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે. આ સિવાય 15 વર્ષની ઉંમર પછી 0, 2, 6 મહિનાના અંતરે ત્રણ ડોઝ આપવામાં આવે છે.