નેશનલ

અયોધ્યા બાદ હવે 19 ફેબ્રુઆરીના રોજ આ ભવ્ય મંદિરનો યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાલી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામનો ભવ્ય પ્રઆણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. જેમાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. હવે રાજસ્થાનના પાલીમાં ભોલેનાથના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના જાડન આશ્રમમાં શિલાન્યાસ થયાના લગભગ ત્રણ દાયકા બાદ ઓમ આકારમાં ભગવાન શિવનું ભવ્ય મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે. ખાસ બોબત તો એ છે કે ઓમ આકારનું આ વિશ્વનું પ્રથમ શિવ મંદિર બનશે.

ઓમના આકારમાં બનેલા આ શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 10 ફેબ્રુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના અનુષ્ઠાન શરૂ કરવામાં આવશે અને 19 ફેબ્રુઆરીના રોજ ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.


મંદિરના સાધુ સ્વામી મહેશ્વરાનંદ મહારાજે જણાવ્યું હતું કે જાડનમાં યોજાનાર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી તમામ ઋષિ-મુનિઓ આવશે. તેમજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહનલાલ યાદવ અને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી અને અન્ય ઘણા મહેમાનો પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં ઘણા વિદેશી મહેમાનો પણ આવશે.


નોંધનીય છે કે પાલી જિલ્લાના જાડન આશ્રમમાં વર્ષ 1995માં ઓમ આકારના ભવ્ય અને આકર્ષક દેખાતા મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઓમ આકારના આ મંદિરમાં ભગવાન ભોલેનાથની 1008 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે, જેમાં તમને 12 જ્યોતિર્લિંગ જોવા મળશે. આ મંદિરનું શિખર 135 ફૂટ ઊંચું છે. મંદિર પરિસરમાં 108 રૂમ બનાવવામાં આવ્યા છે. આખું મંદિર સંકુલ 2000 સ્તંભો પર બનેલું છે. તેમજ ગુરુ માધવાનંદની સમાધિ ઓમ આકૃતિ મંદિરની વચ્ચે બનાવવામાં આવી છે. મંદિરના ઉપરના ભાગમાં બ્રહ્માંડ જેવો આકાર દેખાય છે. આ મંદિરના નિર્માણ માટે ખાસ ધોલપુરની બંસી ટેકરીમાંથી પથ્થરો લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંદિરના નિર્માણમાં 400થી વધુ લોકોએ સહયોગ આપ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત