Irfaan Khan, Rishi Kapoor, Nargis Duttથી Sujata Kumar સુધીના આ દસ સેલેબ્સને Cancer ભરખી ગયું…

Cervical Cancer સામેની લડત બી-ટાઉનની બોલ્ડ અને બિન્ધાસ્ત એક્ટ્રેસ પૂનમ પાંડે હારી ગઈ અને આખરે 32 વર્ષની ઉંમરે તેણે આજે દુનિયાને અલવિદા કહ્યું હતું. પૂનમની અણધારી એક્ઝિટથી આઘાતમાં છે. જોકે, આ પહેલાં પણ અનેક સેલેબ્સ કેન્સર સામેની લડાઈ હારી ગયા હતા અને દુનિયામાંથી ચિર વિદાય લઈ ગયા હતા, આવો જાણીએ આવા જ કેટલાક સેલેબ્સ વિશે કે જેને કેન્સર ભરખી ગયું…
ઋષિ કપૂરઃ ઋષિ કપૂર ઉર્ફે ચિંટુજીએ 100થી વધુ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી અને એમની ગણતરી બી-ટાઉનના દિગ્ગજ અભિનેતાઓ કરવામાં આવે છે. 2018માં ઋષિ કપૂરને લ્યુકેમિયા થયું હોવાનું નિદાન થયું હતું બે વર્ષ બાદ એટલે કે 30મી એપ્રિલ, 2020ના તેમનું નિધન થયું હતું.

ઈરફાન ખાનઃ બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જિતી લેનાર ઝિંદાદિલ એક્ટર ઈરફાન ખાનને પણ કેન્સર નામની બીમારી ભરખી ગઈ હતી. 2018માં ન્યુરોએન્ડ્રોક્રાઈન ટ્યુમરનું નિધન થયું હતું અને બે વર્ષ બાદ એટલે 29મી એપ્રિલ, 2020ના તેમનું નિધન થયું હતું.

નરગિસ દત્તઃ નરગિસ દત્ત બી-ટાઉનની વીતેલા જમાનાના દિગ્ગજ અદાકારા હતા. 1940-50નાી દાયકાની અનેક ફિલ્મોમાં તેમણે કામ કર્યું પણ 1980માં તેમને પણ સ્વાદુપિંડનું કેન્સર થયું હોવાનું નિદાન થયું અને એક વર્ષની લડત આપીને ત્રીજી મે, 1981ના તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિનોદ ખન્નાઃ નેતા અને અભિનેતા વિનોદ ખન્નાને પણ 2016માં મૂત્રાશયનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. વિનોદ ખન્નાએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને આખરે 27મી એપ્રિલ, 2017ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

ફિરોઝ ખાનઃ ફિરોઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર, દિગ્દર્શક, નિર્માતા હતા અને 1970-80ના દાયકામાં તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું. 2008માં તેમને કેન્સર થયું હોવાનું નિદાન થયું અને એક વર્ષની લડાઈ લડીને આખરે 27મી એપ્રિલ, 2009ના તેમનું નિધન થયું હતું.

સિમ્પલ કાપડિયાઃ ડિમ્પલ કાપડિયાની નાની બહેન અને ઈન્ડસ્ટ્રીની ભૂતપૂર્વ અભિનેત્રી સિમ્પલ કાપડિયા ત્રણ વર્ષ સુધી સતત કેન્સર સામે લડત આપીને આખરે 51 વર્ષની વયે આ દુનિયામાંથી એક્ઝિટ લીધી હતી.

રાજેશ ખન્નાઃ રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ પણ 18મી જુલાઈ, 2012ના રોજ મુંબઈમાં આવેલા આશીર્વાદ બંગલામાં આખરી શ્વાસ લીધા હતા. જુલાઈ,2011માં તેમને કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું અને એ સમયથી જ તેમની તબિયત સતત લથડતી જ જઈ રહી હતી.

આદેશ શ્રીવાસ્તાવઃ કેન્સર સામે લડત આપતા આપતા બોલીવૂડના ફેમસ મ્યુઝિક ડિરેક્ટર આદેશ શ્રીવાસ્તવનું પાંચમી સપ્ટેમ્બર, 2015ના રોજ નિધન થયું હતું.

સુજાતા કુમારઃ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોમાં કો-એક્ટ્રેસની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ સુજાતા કુમારને પણ કેન્સર થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમને ચોથા સ્ટેજનું મેટાસ્ટેટિક કેન્સર હતું અને તેઓ કેન્સર સામેની લડાઈ હારી ગયા હતા.
