નેશનલ

Chandigarh Meyoral Elections: શું ચંદીગઢમાં નવેસરથી યોજાશે મેયરની ચૂંટણી? સુપ્રીમે AAPની અરજી સ્વીકારી

નવી દિલ્હી: ચંદીગઢમાં Aam Aadmi Party councillor Kuldeep Kumarની નવેસરથી મેયરની ચૂંટણી યોજવાની માગ કરતી અરજીને સૂચિબદ્ધ કરવા માટે સુપ્રીમ કોર્ટે સંમતિ આપી છે. મંગળવારે ચંદીગઢ કોર્પોરેશન માટે મેયર પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવારોને 16 વોટ મળ્યા હતા. જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 12 વોટ મળ્યા હતા. ઉમેદવારોની સંખ્યા 20 હતી, પરંતુ તેમના 8 મત રદ થવાને કારણે તેઓ ચૂંટણી હારી ગયા હતા. AAP અને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયા અને તેના પરિણામોમાં ચેડા થયા હોવાના આક્ષેપો કરતા સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવાર કુલદીપ કુમાર તરફથી મેયરની ચૂંટણી નવેસરથી યોજવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેસમાં તાત્કાલિક સુનાવણીની માગ કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે તેમને અરજી સાંભળવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ એક વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ ગેરરીતિ આચરી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.


પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 31 જાન્યુઆરીના રોજ Chandigarh Meyoral Elections પર સ્ટે લાવવાની તેમજ ભાજપના જીતેલા ઉમેદવાર મનોજ સોનકરને મેયર પદની કામગીરી શરૂ કરવા સામે રોક લાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. આ આદેશને કુલદીપ કુમાર સુપ્રીમ કોર્ટમાં પડકારી રહ્યા છે.


રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે પરિણામો વખતે જણાવ્યું હતું કે INDIA ગઠબંધનને મળેલા 8 મત અમાન્ય છે, આથી તેમને કુલ 12 મત મળ્યા તેવી જાહેરાત થઇ જ્યારે ભાજપે 16 મત સાથે જીત નોંધાવી હતી. એ પછી કુલદીપ કુમારે અનિલ મસીહ અન્યાયપૂર્ણ રીતે કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમાન્ય મતો જે બાસ્કેટમાં મુકવામાં આવ્યા હતા તે બદલી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે 8 મતો અમાન્ય ગણવામાં આવ્યા તે શું કારણથી અમાન્ય હતા તે પણ જણાવવામાં આવ્યું નથી, તેવું કુલદીપ કુમારે જણાવ્યું હતું.


ભાજપે મેયર પદ માટે મનોજ સોનકરને જ્યારે AAPએ કુલદીપ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા.


કુલદીપ કુમારે કહ્યું હતું કે, “હાઇકોર્ટે ચૂંટણીના પરિણામો પર રોક લગાવવી જોઇતી હતી. બેલેટ પેપર સહિતની તમામ ચૂંટણીલક્ષી સામગ્રીઓને કસ્ટડીમાં લેવાની જરૂર હતી. જેથી તેની સાથે ચેડા ન થાય. ચૂંટણીની કાયદેસરતા જળવાઇ રહે એ માટે હાઇકોર્ટે અમને કોઇ રાહત આપી નહિ અને છેતરપિંડી ચાલવા દીધી.” તેવું કુલદીપે જણાવ્યું હતું.


કોર્ટે કુમારની અરજી સ્વીકાર્યા બાદ ચંદીગઢ તંત્ર અને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ સહિત અન્ય પક્ષકારોને તેમના જવાબો દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 26 ફેબ્રુઆરીએ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button