નેશનલ

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી

જુનાગઢ: જૂનાગઢનો બહુચર્ચિત તોડકાંડનો ફરાર આરોપી અને ગુજરાત પોલીસ ઉપર કાળી ટીલી લગાવનાર તરલ ભટ્ટ આખરે ઝડપાઈ ગયો છે. ATSએ સસ્પેન્ડેડ PIની ધરપકડ કરી છે (PI Taral Bhatt). ગઈકાલે અમદાવાદમાં એક રહેણાંકમાં રેડ કરવામાં આવી હતી. નાસતા ફરતા આરોપી તરલ ભટ્ટને પોલીસે ટ્રેક કર્યો હતો અને ATSએ તેની ધરપકડ કરી હતી.

આ મામલે ATS દ્વારા હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટને સકંજામાં લેવામાં આવ્યો હતો. જુનાગઢના ચકચારી તોડકાંડ મામલે તપાસ એંજસીઓ હાઇ એલર્ટ મોડ પર એક્ટિવ જણાઈ રહી છે. ATS જુદી જુદી ટીમો બનાવીને આ મામલે હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

જો મામલે વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટાબાજી માટે 1,000 થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાની તપાસમાં તરલ ભટ્ટે બેંક ખાતાની તમામ માહિતી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે.

કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટ માહિતી છુપાવતો હોવાનું બહાર આવ્યું છે. પીસીબી દ્વારા SMCને માત્ર 535 બેંક ખાતાઓની વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢ ટ્રાન્સફર થયા બાદ તરલ ભટ્ટે 1000 સટ્ટાબાજીના બેંક ખાતાની માહિતી પેન ડ્રાઈવમાં રાખી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button